બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:27 PM, 13 April 2023
ADVERTISEMENT
બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે.
સૌથી લાંબો ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 2008માં શરૂ થયો હતો અને ત્યારથી જ દર્શકોને જેઠાલાલ અને 'બબીતા જી'ની કેમેસ્ટ્રી સૌથી વધુ પસંદ છે. શો માં બતાવ્યા અનુસાર પત્ની દયાબેનને ભૂલીને જેઠાલાલ બબીતાજીના વિચારોમાં મગ્ન રહે છે અને વર્ષોથી બબીતાજી પર લાઈનો મારતો રહે છે અને હવે આખરે તેનું સપનું સાકાર થયું છે.
ADVERTISEMENT
વાત એમ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના તાજેતરના એપિસોડમાં બબીતાજી લોટરી જીતે છે અને એવું બન્યું કે તે ખુશીથી જેઠાલાલને ગળે લગાવે છે. એવામાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો સામે આવ્યો છે અને એ વીડિયોમાં જોઈ શકાય છે કે બબીતાજી એટલા ખુશ થઈ જાય છે કે તે ત્યાં હાજર તમામ લોકોને છોડીને તે જેઠાલાલને ગળે લગાવે છે.
सब्र करें.. इसी प्रकार आपकी खुशियाँ भी आपसे एक दिन टकराएगी और तब आप यूं जेठालाल की तरह देखते रह जाओगे।
— Anurag Tripathi (@Anuragtri04) April 13, 2023
😜🙂#wait#jethalal#khusiyan pic.twitter.com/SgdQrvcKXh
હવે બબીતાજી જેઠાલાલને ગળે લગાવે છે કે જેઠાલાલ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સાથે જ વીડિયોમાં જોવા મળે છે કે એ સમયે જેઠાલાલના મનમાં લડ્ડુઓ ફૂટી રહ્યા હતા.હાલ એ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને શો ના દરેક ફેન અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
શો ના ચાહકોએ આ વીડિયોની ઉપર આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે - 'આખરે સપનું પૂરું થયું. ' હાલ વાયરલ થયેલ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, "જીવનમાં ક્યારેય હાર ન માનો." જેઠાલાલનો આ વીડિયો જોઈને ફેન્સ પણ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે." એકે કહ્યું, 'દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. એક યુઝરે કમેન્ટ કરી કે, "જેઠાલાલને હવે મોક્ષ મળશે." એકે લખ્યું, એક યુઝરે કહ્યું, "અસલ લોટરી જેઠાલાલની લાગી છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.