બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / TMKOC Controversy Jennifer Mistry files statement against Asit Modi, says I was at police station for six hours

વિવાદ વકર્યો / TMKOC વિવાદ: જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સામે નોંધાવ્યું નિવેદન, કહ્યું હું છ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં હતી અને...

Megha

Last Updated: 11:19 AM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMKOC Controversy: એક રિપોર્ટ અનુસાર જેનિફરનું કહેવું છે કે તે મુંબઈ પાછી આવી ગઈ છે અને હાલમાં જ પવઈ પોલીસ દ્વારા તેને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી હતી.

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો
  • જેનિફર મિસ્ત્રીએ શો ના ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
  • પવઈ પોલીસ દ્વારા જેનિફરને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી હતી

TMKOC Controversy: કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી શોમાં કમ કરી ચૂકેલ ઘણા કલાકારો મેકર્સ પર અનેક આરોપો લગાવી રહ્યા છે. આ સાથે જ એ પણ જાણીતું છે કે આ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. 

જ્યારથી શૈલેષ લોઢાએ આ શોને અલવિદા કહ્યું છે ત્યારથી અન્ય ઘણા કલાકારોએ પણ શોને અલવિદા કહી દીધું છે. તેમાંથી ઘણા સ્ટાર્સે અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે પણ આ દિવસોમાં જેનિફર મિસ્ત્રી ચર્ચામાં છે. જણાવી દઈએ કે તેણે તારક મહેતા શોના નિર્માતા અસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને જતીન બજાજ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ બધા વચ્ચે હવે એવા અહેવાલ છે કે અભિનેત્રીએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. 

એક રિપોર્ટ અનુસાર જેનિફરનું કહેવું છે કે તે મુંબઈ પાછી આવી ગઈ છે અને હાલમાં જ પવઈ પોલીસ દ્વારા તેને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી હતી. અભિનેત્રીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે  'હું મુંબઈ પાછી આવી ગઈ છું અને મને પવઈ પોલીસે બોલાવી હતી. હું ગઈ કાલે પવઈ પોલીસ સ્ટેશન ગઈ હતી અને ત્યાં મેં મારું નિવેદન નોંધાવ્યું હતું. હું બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાં પંહોચી અને સાંજે 6 વાગ્યા પછી નીકળી હતી. મેં તેમને મારું સંપૂર્ણ નિવેદન આપ્યું છે. હું ત્યાં 6 કલાક રહી અને હવે કાનૂન તેનું કામ કરશે.' 

આ સાથે જેનિફરે એમ પણ જણાવ્યું હતું જે, 'મને કહેવામાં આવ્યું છે કે જો કંઈ કરવાની કે મારે ફરીથી જવાની જરૂર પડી તો તે મને જણાવશે, અત્યારે મારું નિવેદન નોંધ્યું છે.' અને જેનિફરે આરોપ લગાવ્યા પછી પ્રોડક્શન હાઉસે એક નિવેદન જારી કરીને અભિનેત્રીને અનુશાસનહીન, અપમાનજનક અને સેટ પર લોકો સાથે નિયમિત રીતે ગેરવર્તન કરતી ગણાવી હતી.

શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજા, બાવરી ઉર્ફે મોનિકા ભદૌરિયા અને દિગ્દર્શક માલવ રાજદાએ પ્રોડક્શન હાઉસ દ્વારા જેનિફર સામે કરવામાં આવેલા દાવાઓને નકારી કાઢ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC Tarak Mehta Ka Oolta Chashma jeniffer mystry જેનિફર મિસ્ત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા TMKOC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ