રાજકારણ /
ભાજપ શાસિત આ રાજ્યમાં દીદી 'ખેલા હોબે' કરવાની તૈયારીમાં, PM મોદી અને અમિત શાહનું ટૅન્શન વધશે
Team VTV02:02 PM, 04 Aug 21
| Updated: 02:06 PM, 04 Aug 21
અભિષેક બેનર્જીની મુલાકાતથી એ વાત નક્કી થઈ ગઈ છે કે મમતા બેનર્જી ત્યાં સંગઠન રચી જલ્દીથી જલ્દી ભાજપને આહ્વાન આપી શકે છે.
TMC હવે ત્રિપુરામાં પણ ભાજપને મોટો ઝટકો આપવાની તૈયારીમાં
અભિષેક બેનર્જીએ ભાજપને આપ્યો પડકાર
2023ની વિધાનસભા ચૂંટણી પૂર્વ તૈયારી શરૂ
TMC હવે ત્રિપુરામાં પણ ભાજપને મોટો ઝટકો આપવાની તૈયારીમાં
પશ્ચિમ બંગાળમાં ભાજપને પરાજય આપ્યા બાદ હવે TMCની નજર ત્રિપુરા પર છે. મમતા બેનર્જી અને TMC હવે ત્રિપુરામાં પણ ભાજપને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. છેલ્લા દિવસમાં TMCના મહસચિવ અભિષેક બેનર્જીની ત્રિપુરાની મુલાકાતથી એ વાત નક્કી થઈ ગઈ છે કે મમતા બેનર્જી ત્યાં સંગઠન રચી જલ્દીથી જલ્દી ભાજપને આહ્વાન આપી શકે છે. આ મુલાકાત દરમ્યાન તેમને કમલા સાગરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. પણ અભિષેક બેનર્જીએ વિરોધ કરતાં આ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
અભિષેક બેનર્જીએ ભાજપને આપ્યો પડકાર
ત્રણ ઓગસ્ટે TMCએ ત્રિપુરાના ટ્વિટર અકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વિટ આ વાતનો ઈશાર કરે છે કે તેમણે રાજ્યમાં દરેક મુદ્દે લડવાનું શરૂ કરી દીધું છે. આ બધા જ ટ્વિટ વિદ્યાર્થીઓની આંદોલન અને BSF જવાનોની હત્યાના સંબંધમાં હતી. અભિષેક બેનર્જીએ પ્રેસ કોનફેરેન્સમાં કહ્યું કે તે દર બે અઠવાડિયામાં ત્રિપુરાની મુલાકાત કરતાં રહેશે. તેમણે કહ્યું હતું કે "વિપ્લવ દેવ હું તમને પડકાર આપું છું કે હું ત્રિપુરામાં બે અઠવાડિયા પછી પાછો આવીશ, તમે મને રોકી શકતા હોવ તો રોકી લેજો."
2023ની વિધાનસભા ચૂંટણી પૂર્વ તૈયારી શરૂ
TMC કોંગ્રેસ 2023ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ત્રિપુરામાં પોતાના નેતાઓની મુલાકાતના કાર્યક્રમ બનાવી રહી છે. એટલે ત્યાં પણ એક સંગઠન બનાવવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ 4 થી 6 ઓગસ્ટ સુધી TMC ના મહાસચિવ કુણાલ ઘોષ ત્રિપુરા જશે. આ બાદ સમીર ચક્રવર્તી પણ ત્રિપુરાની મૂલકાત કરશે. અભિષેક બેનર્જીની ત્રિપુરાની મુલાકાતથી એ વાત નક્કી થઈ ગઈ છે કે મમતા બેનર્જી ત્યાં સંગઠન રચી જલ્દીથી જલ્દી ભાજપને ખુલ્લો પડકાર આપી શકે છે.