બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:04 AM, 19 May 2025
આતંકવાદી દેશ પાકિસ્તાન પર મિસાઈલ હુમલા બાદ ભારતે હવે રાજકીય રાજદ્વારી હુમલાની જાહેરાત કરી છે. સરકારે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિવિધ દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલવાની જાહેરાત કરી છે. આ સંસદીય દળમાં પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર યુસુફ પઠાણનું નામ પણ સામેલ હતું.
ADVERTISEMENT
યુસુફ પઠાણે ભારત સરકારને જાણ કરી છે કે તે આ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ભારત સરકારે સાંસદ યુસુફ પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો. યુસુફ પઠાણે આ પ્રવાસ માટે પોતે ઉપલબ્ધ નહીં રહી શકે તેમ જણાવતા હવે આ પ્રતિનિધિમંડળમાં યુસુફ પઠાણનો સમાવેશ નહીં થાય
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાકિસ્તાન ગયાની એન્ટ્રી, હાઈ કમિશન સાથે સંપર્ક, હવે જ્યોતિ મલ્હોત્રાને લઈને સામે આવી નવી વાત
મહત્વનું છે કે ટીએમસીએ વિદેશ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. યુસુફ પઠાણે વિદેશ જતા સાંસદોના પ્રતિનિધિમંડળમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધા પછી, ટીએમસીએ કહ્યું છે કે વિદેશ નીતિ એ ભારત સરકારનો વિષય છે. કેન્દ્ર સરકારે આની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પંજાબ પ્રાંતમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.