ચક્રવાત 'તિતલી' બાદ હવે 'લૂબન'નો ખતરો, ભારતીય તટથી 500 કિ.મી. દૂર

By : hiren joshi 04:30 PM, 12 October 2018 | Updated : 04:30 PM, 12 October 2018
ભુવનેશ્વરઃ આંધ્રપ્રદેશ અને ઓડીશામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત 'તિતલી' હવે ધીમે ધીમે નબળુ પડ્યું છે. ત્યારે આ વચ્ચે બીજુ તોફાન લૂબન સક્રિય થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લૂબન તોફાન યમન તટ પર સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગે આ તોફાનને લઈને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, હિંદ મહાસાગરમાં એક સમાન ગતિથી એક સાથે બે વાવાઝોડાની સક્રિયતા હવામાન સંબંધી ગતિવિધિઓથી દુર્લભ કહી શકાય છે. ભારતમાં જો કે, માત્ર 'તિતલી'ની અસર રહી. બીજુ તોફાન લૂબન ભારતીય તટથી લગભગ 500 કિ.મી. દૂર છે. આ ભારતના બદલે ઉત્તર પશ્વિમ તરફ વધી રહ્યું છે. તેમ છતાં સમુદ્રી તટમાં લૂબનની આગળના ચાર દિવસો સુધી સક્રિયતાને જોતા આના પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તોફાન તિતલીએ મચાલેવી તારાજીમાં આધ્રપ્રેદસમાં 8 લોકોનાં જીવ લીધા છે. તો શ્રીલંકા પર પણ તિતલીનો કહેર જોવા મળ્યો. જ્યાં 12 લોકોનાં મોત થાય છે. તો 69 હજાર મકાનોને નુકસાન પહોંચ્યુ છે. ત્યારે નવું સક્રિય થયેલુ લૂબન ચિંતાનો વિષય બન્યો છે.Recent Story

Popular Story