બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તિરુપતિ પ્રસાદ વિવાદ પહોંચ્યો આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં, જગન મોહન રેડ્ડીની પાર્ટીએ કરી આ મોટી માગ
Last Updated: 02:34 PM, 20 September 2024
જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP તિરુપતિ પ્રસાદ વિવાદ પર હાઈકોર્ટ પહોંચી છે. YSRCPની માંગ છે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની સમિતિએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવી જોઈએ. હકીકતમાં, ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં મળતા પ્રસાદના લાડુમાં પશુની ચરબી ભેળવવામાં આવી હતી. નાયડુના આરોપોના સમર્થનમાં તેમની પાર્ટી ટીડીપીએ પણ ગુજરાતની એક લેબનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં પ્રસાદમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે.
ADVERTISEMENT
YSRCPએ હાઈકોર્ટ પાસે કરી કમિટીની રચના કરવાની માંગ
YSRCP તરફથી હાજર રહેલા વકીલે તિરુમાલા પ્રસાદ વિવાદને લઈને હાઈકોર્ટમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોનો ઉલ્લેખ કર્યો. YSRCPએ માંગ કરી છે કે મુખ્યમંત્રી નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ સીટિંગ જજ અથવા હાઈકોર્ટ દ્વારા નિયુક્ત કમિટી દ્વારા કરવામાં આવે. તેના પર બેન્ચે કહ્યું કે, બુધવારે આ મામલે PIL દાખલ કરો, અમે તમારી દલીલો સાંભળીશું.
ADVERTISEMENT
ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) વિધાયક દળની બેઠક દરમિયાન દાવો કર્યો હતો કે અગાઉની YS જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે ગૌણ સામગ્રી અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. જો કે, TDP ચીફના આ દાવાઓ પર YSRCP નેતા અને રાજ્યસભા સાંસદ વાય.વી. સુબ્બા રેડ્ડીએ કહ્યું કે નાયડુના આરોપોએ દેવતાની પવિત્ર પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે અને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
આ પણ વાંચો: તિરુપતિના પ્રસાદને લઈ રાજકારણ ગરમાયું, TDPના દાવા પર કોંગ્રેસે કરી CBI તપાસની માગ
લેબ રિપોર્ટમાં શું જાણવા મળ્યું?
TDP પ્રવક્તા અનમ વેંકટા રમન રેડ્ડીએ દાવો કર્યો હતો કે પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા આપવામાં આવેલા ઘીના નમૂનાઓ ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા દ્વારા ભેળસેળયુક્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કથિત લેબ રિપોર્ટ બતાવ્યો, જેમાં આપેલ ઘીના નમૂનામાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની હાજરીનો પણ દાવો કર્યો હતો. સેમ્પલિંગની તારીખ 9 જુલાઈ, 2024 હતી અને લેબ રિપોર્ટની તારીખ 16 જુલાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.