બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તિરુપતી મંદિરના લાડૂમાં પશુ ચરબી, માછલી-પામ તેલની ભેળસેળની વાત સાચી પડી, રિપોર્ટમાં પુષ્ટિ
Last Updated: 08:04 PM, 19 September 2024
તિરુપતી મંદિરના લાડૂના પ્રસાદમાં શુદ્ધ ઘીને બદલે પશુની ચરબી, માછલી ઓઈલ અને પામ તેલની મિલાવટ થઈ છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના રિપોર્ટમાં આ ભેળસેળનો ખુલાસો થયો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સૌથી પહેલા દાવો ભેળસેળનો દાવો કર્યો હતો જે હવે સાચો પડ્યો છે.
ADVERTISEMENT
జగన్ అనే క్రూరుడు చేసిన ఘోరమైన నేరం ఇది..
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2024
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరమపవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో గొడ్డుమాంసం, చేపనూనెలు, పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలనే నెయ్యిగా వాడి ఏడుకొండల వెంకటేశ్వరస్వామికి తీరని అపచారం చేశారు. కోట్లాది భక్తుల న… pic.twitter.com/7QXVyF6sAz
રિપોર્ટમાં શું બહાર આવ્યું?
ADVERTISEMENT
તિરુપતિ મંદિર સાથે સંબંધિત એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘીના નામે જે ઘટકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં પ્રાણીઓની ચરબી (બીફ ટેલો), માછલીનું તેલ અને પામ તેલના અંશો જોવા મળ્યાં છે. લાડુમાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે શુદ્ધ ઘી નથી. તેના બદલે તેમાં વિવિધ પ્રકારની ભેળસેળ કરવામાં આવી રહી છે, જેમાં માછલીનું તેલ, પ્રાણીની ચરબી અને પામ તેલનો સમાવેશ થાય છે.
ચંદ્રબાબુ નાયડુનો શું હતો દાવો?
સીએમ ચંદ્રબાબુ નાયડુએ એવો આરોપ લગાવ્યો હતો કે અગાઉની YSR કોંગ્રેસ સરકાર દ્વારા તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ કરાઈ છે અને તેની ગુણવત્તામાં ઘટાડો કરાયો છે. તેમણે કહ્યું કે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળી ચીજો વપરાઈ છે જે આ પવિત્ર પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતા પર સવાલો ઉભા કરે છે.
વધુ વાંચો : VIDEO : 'આઈ લવ યુ', નવમા ધોરણની છોકરીને મેસેજ મોકલ્યો, પછી આવી છોકરાની 'શામત'
તિરુપતિ બાલાજી મંદિર મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ
તિરુપતિ બાલાજી મંદિર સમગ્ર વિશ્વમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવે છે. લોકો લાડૂના પ્રસાદમાં ઊંડી ધાર્મિક આસ્થા ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.