બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Tired of being tortured by drunkards, a young man put up a unique board outside the house

બનાસકાંઠા / 'દારૂ અહીં નથી મળતો, બાજુમાં મળે છે', દારૂડિયાના ત્રાસથી કંટાળેલા યુવકે ઘરની બહાર લગાવ્યું અનોખું બોર્ડ

Vishal Khamar

Last Updated: 03:43 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં એક રહીશનાં ઘરની બાજુમાં દારૂ વેચાતો હોઈ મોડી રાત્રે લોકો તે રહીશનાં ઘરે પહોંચી દારૂની માંગ કરતા હતા.જેનાથી કંટાળી રહીશે ઘરના બહાર બોર્ડ મારી તેમાં લખ્યું કે દારૂ અહીંયા મળતો નથી. બાજુનાં ઘરમાં મળે છે.

  • પાલનપુરના દિલ્લી ગેટ વિસ્તારમાં મળી રહ્યો છે દારૂ
  • બાજુના ઘરમાં દારૂ મળતો હોવાનું લગાવ્યું બોર્ડ
  • દારૂ માટે લોકો પૂછપરછ કરતા હોવાથી યુવકે લગાવ્યું બોર્ડ

બનાસકાંઠાનાં પાલનપુરમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડ્યા છે. ત્યારે પાલનપુરના દિલ્લી ગેટ વિસ્તારમાં દારૂ મળી રહ્યો છે. દિલ્લી ગેટ વિસ્તારના એક વ્યક્તિએ ઘરની બહાર બોર્ડ લગાવ્યું હતું.  બોર્ડમાં રહીશ દ્વારા લખવામાં આવ્યું હતું કે બાજુનાં ઘરમાં દારૂ મળે છે. દારૂ માટે અહીંયા કોઈએ આવવું નહી તેવું બોર્ડ લગાવ્યું હતું. દારૂ માટે લોકો પૂછપરછ કરતા હોવાથી યુવકે બોર્ડ લગાવ્યું હતું. ત્યારે યુવકે બોર્ડ લગાવ્યા બાદ પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી.

યુવકે બોર્ડ લગાવ્યા બાદ પોલીસે એક વ્યક્તિની કરી અટકાયત
આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ દિલ્લી ગેટ વિસ્તારમાં આવેલ એક રહીશનાં મકાનની બાજુમાં જ દારૂ વેચાતો હોઈ રાત્રીનાં સમયે દારૂ લેવા આવતા લોકો ભૂલથી બાજુનાં રહીશનાં ઘરે પહોંચી જતા હોઈ રહીશને હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. ત્યારે રહીશ દ્વારા તેના ઘરની બહાર જ બોર્ડ મારી દેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં પણ કૂતુહલ સર્જાયું હતું. આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલીક ધોરણ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

liquor ban palanpur poster દારૂબંધી પાલનપુર પોસ્ટર banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ