બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઓપરેશન સિંદુરની સફળતા બાદ અમદાવાદમાં તિરંગા યાત્રા, CM કાર્યક્રમમાં રહેશે હાજર

ઉજવણી / ઓપરેશન સિંદુરની સફળતા બાદ અમદાવાદમાં તિરંગા યાત્રા, CM કાર્યક્રમમાં રહેશે હાજર

Last Updated: 06:39 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત ત્રિરંગા યાત્રામાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવી પણ અલગ અલગ સ્થળો પર કાર્યક્રમમાં હાજરી આપવાનાં છે. સાંજે 5 વાગ્યે તેઓ વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઇને સુભાષચંદ્ર બોઝ સર્કલ (RTO સર્કલ) સુધી યાત્રામાં જોડાશે. આરટીઓ ખાતે તેઓ યાત્રાનું સમાનપ કરશે.

અમદાવાદ : પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કાયરતાપુર્ણ પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. જેનાં જવાબ સ્વરૂપે ભારત દ્વારા ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું હતું. આશરે 9 પાકિસ્તાની આતંકવાદી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 100 થી વધારે આતંકવાદીઓનો સફાયો થયો હતો. જો કે પાકિસ્તાને વળતો પ્રહાર કરતા ભારતે તેનો મુંહતોડ જવાબ આપ્યો હતો. જેના કારણે પાકિસ્તાને ભારે ખુંવારી વેઠવાનો વારો આવ્યો હતો.

ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદુરને અભુતપુર્વ સફળતા મળી હતી. જેની ઉજવણી કરવા માટે અમદાવાદ ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિવિધ સંસ્થાઓના સંકલનથી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

વિવિધ સંસ્થાઓ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન

વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત ત્રિરંગા યાત્રામાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવી પણ અલગ અલગ સ્થળો પર કાર્યક્રમમાં હાજરી આપવાનાં છે. સાંજે 5 વાગ્યે તેઓ વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઇને સુભાષચંદ્ર બોઝ સર્કલ (RTO સર્કલ) સુધી યાત્રામાં જોડાશે. આરટીઓ ખાતે તેઓ યાત્રાનું સમાનપ કરશે.

ત્રિરંગા યાત્રાને પગલે તડામાર તૈયારી

મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહેવાનાં હોવાનાં કારણે ગઇકાલથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. સમગ્ર રૂટને દુલ્હનની જેમ શળગારવામાં આવ્યો છે. મેટ્રો પિલરને ત્રિરંગા રંગથી રંગી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રૂટ પર કેસરી સફેદ અને લીલા કલરની લાઇટો લગાવવામાં આવી છે. સમગ્ર રૂટને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Tricolor Yatra celebrate the success of Operation Sindoor Tiranga Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ