બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 AM, 9 June 2023
ADVERTISEMENT
ભારતમાં કરોડોની સંખ્યામાં લોકો ડાયાબિટીસનો શિકાર છે. ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટે નિયમિતરૂપે કસરત કરવી જરૂરી છે. કસરત કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું રહે છે. ડાયાબિટીસથી બચવા માટે સંતુલિત આહારનું ભોજન કરવું અને આ ડાયટમાં ફ્રુટ્સ પણ શામેલ હોવા જોઈએ.
આજકાલ ડાયાબિટીસ એક મોટી સમસ્યા છે. ઘણા લોકોમાં ડાયાબિટીસ જેવી બીમારીઓ જોવા મળે છે, જેને મોટાભાગના લોકો નજરઅંદાજ કરે છે પણ તેઓ નથી જાણતા કે તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસ એક બીમારી છે, જે ખૂબ જ જીવલેણ હોઈ શકે છે.
ADVERTISEMENT
ખાંડ-
ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટે ખાંડ તથા શુગરયુક્ત ડ્રિંક્સનું સેવન ના કરવું જોઈએ. શરીર મેદસ્વીતાનો શિકાર થાય તો ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે.
પાણી-
ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટે ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવાથી ફાયદો થશે.
દારૂ અને સિગારેટ-
ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટે દારૂ અને સિગારેટ પીવાની આદત છોડી દેવી જોઈએ. નિયમિતરૂપે યોગ તથા મેડિટેશન કરવાથી અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.