બેસ્ટ ટિપ્સ / ગભરામણ કે ઊલટીની સમસ્યામાં તરત જ અસર કરશે આ ખાસ ટિપ્સ, ટ્રાવેલમાં પણ ખૂબ જ કામ લાગશે

Tips to Prevent Motion Sickness travel sickness treatment

જ્યારે આપણે કોઇ જગ્યાએ ફરવા અથવા તો કોઈ લાંબી યાત્રા પર જઈએ છીએ ત્યારે સૌથી પહેલો ખ્યાલ એ જ આવે છે કે જમવાની વ્યવસ્થા કેવી રીતે કરીશું. કારણ કે યાત્રા દરમિયાન ખોરાકનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો ભોજનમાં થોડી પણ ચૂક થઇ જાય તો પેટની સમસ્યાઓ થઇ શકે છે. જેમકે, ઝાડા, કબજીયાત, એસિડિટી, ઊલટી વગેરે. જેથી જો તમે કોઇ જગ્યાએ ફરવા જઇ રહ્યાં છો તો તમારે તમારા ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ માટે બની શકે તો તમારે યાત્રા સમયે વધારે તળેલા ભોજનથી દૂર રહેવું જોઇએ કારણ કે, તળેલું ભોજન તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. જો તમારું પેટ જ ઠીક નહીં હોય તો તમારી યાત્રાની મજા બગડી જશે. સાથે જ, જ્યાં તમે ફરવા જઇ રહ્યા છો ત્યાં તમે સરખી રીતે ફરી નહીં શકો અને આખા પ્રવાસ દરમિયાન, પાચનની સમસ્યાઓ, ઊલટી, ઝાડા વગેરેની તકલીફો થશે. જેથી આજે અમે તમને ઊલટી માટેના ખાસ ઉપાયો જણાવી રહ્યાં છે. જેનો તમે યાત્રા દરમિયાન અથવા તો ગમે ત્યારે ઊલટીની સમસ્યા થાય ત્યારે ઉપયોગ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ