બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / Youtubeના સબ્સ્ક્રાઇબર્સ નથી વધી રહ્યાં? તો અપનાવો આ ટિપ્સ, બધાનો ઓવરટેક કરી જશો!

ટેક્નો ટિપ્સ / Youtubeના સબ્સ્ક્રાઇબર્સ નથી વધી રહ્યાં? તો અપનાવો આ ટિપ્સ, બધાનો ઓવરટેક કરી જશો!

Last Updated: 10:14 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સ કેવી રીતે વધે તેની શોધમાં છે. આનું મુખ્ય કારણ પૈસા અને ઓળખ બનાવવાનું છે. જેટલા વધારે ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સ તેટલા જ વધારે તમે પૈસા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ કે, સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સ કેવી રીતે વધારવા, ખાસ કરીને યુટ્યુબ પર.

યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ મેળવવા માટે આટલું કરો

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા ઘણા પ્લેટફોર્મ પર લોકો પોતાનું મનોરંજન કરે છે. આ ક્રમની વાત કરીએ તો, યુટ્યુબનું સ્થાન મોખરે આવે છે. યુટ્યુબ વિશે વાત કરીએ તો, લોકો અહીં ફક્ત ગીતો જ નથી સાંભળતા પરંતુ તેમની જરૂરિયાતો માટે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જેમ કે, રસોઈ શો, એજ્યુકેશન માટેના વિડિયો, મોબાઇલ રિવ્યુ કે મૂવી રિવ્યુ વગેરે જેવી માહિતી મેળવી શકે છે.

આ માધ્યમ થકી લોકો પોતાની યુટ્યુબ ચેનલ બનાવે છે અને ખૂબ જ સારા એવાં પૈસા કમાય છે. જો કે અહીં લોકોને એક વાતની ચિંતા હોય છે કે તેમના ફોલોઅર્સ કેવી રીતે વધશે. જો તમે પણ જાણવા માંગો છો કે તમે YouTube પર તમારા ફોલોઅર્સ કેવી રીતે વધારી શકો છો, તો ચાલો જાણીએ કે શું છે સરળ પ્રક્રિયા.

વધુ વાંચો iPhone યુઝર્સ એલર્ટ! આ તારીખથી આ મોડલ્સમાં વોટ્સઅપ નહીં ચાલે, લિસ્ટ જોઇ લેજો

ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરશો નહીં

જો તમે યુટ્યુબ પર તમારા ફોલોઅર્સ વધારવા માંગો છો, તો આ માટે તમારે કોઈ ખોટી પદ્ધતિનો ઉપયોગ ન કરવો જોઈએ. એવી ઘણી એપ્સ અથવા વેબસાઇટ્સ છે, જે તમારા ફોલોઅર્સ વધારવાનો દાવો કરે છે. આ એપ્સ અથવા વેબસાઇટ્સ થકી ઘણા લોકો ફોલોઅર્સ વધારી તો દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. આ એટલા માટે કારણ કે, જો YouTubeની સિસ્ટમ ને આ ટ્રિક અંગે ખબર પડે તો તમારી ચેનલ બંધ પણ થઈ શકે છે. તેથી આવી ભૂલ ન કરવી.

યોગ્ય કન્ટેન્ટ પસંદ કરો

જો તમે ફોલોઅર્સ વધારવા માંગતા હોવ તો તમારે તમારા ઇન્ટરેસ્ટ મુજબ જ કન્ટેન્ટ પસંદ કરવો જોઈએ. કેમકે, ઇન્ટરેસ્ટ મુજબના કન્ટેન્ટમાં તમને કામ કરવાની મજા આવશે. પ્રથમ એક અલગ વિડિયો બનાવવાનો પ્રયાસ કરો, જેથી તમારો વિડિયો સારી રીતે ચાલે જેથી તે શક્ય તેટલા લોકો સુધી પહોંચે. આમ કરવાથી તમારા ફોલોઅર્સ વધી શકે છે.

લાઈવ કરતાં રહો

યોગ્ય વિષય પસંદ કરીને તેના પર વિડિયો બનાવવાથી ફોલોઅર્સ વધી શકે છે, પરંતુ તમારે લાઈવ પર પણ ધ્યાન આપવું જોઈએ. થોડા સમય પછી, તમે તમારી YouTube ચેનલ પર લાઇવ આવી શકો છો અને તમારા ફોલોઅર્સ સાથે કોઈપણ વિષય પર અથવા તમારા વિડિયો વિશે વાત કરી શકો છો. આમ કરવાથી તમને ફોલોઅર્સ વધારવામાં પણ મદદ મળી શકે છે.

તમે અન્ય પ્લેટફોર્મની મદદ લઈ શકો છો

જો તમે તમારા યુટ્યુબ પર ફોલોઅર્સની સારી સંખ્યામાં વધારો કરવા માંગો છો, તો યુટ્યુબ સિવાય તમે અન્ય પ્લેટફોર્મની પણ મદદ લઈ શકો છો. તમે તમારા વિડિયોની લિંક ત્યાં શેર કરી શકો છો, જેથી તમારા એકાઉન્ટ સાથે જોડાયેલા લોકો પણ YouTube પર આવી જશે અને તમારા ફોલોઅર્સ વધી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

social media ' YouTube influencer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ