બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓનલાઈન ખરીદેલો સ્માર્ટફોન નકલી નથી ને! આ રીતે ચેક કરો અસલીની ઓળખ

તમારા કામનું / ઓનલાઈન ખરીદેલો સ્માર્ટફોન નકલી નથી ને! આ રીતે ચેક કરો અસલીની ઓળખ

Last Updated: 09:19 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેટિંગ સિસ્ટમ ધીમું છે કે યોગ્ય રીતે કામ નથી કરતું, તો સ્માર્ટફોન નકલી હોઈ શકે છે. તો આ ટ્રિક ફોલો કરીને માત્ર 2 મિનિટમાં ફોન અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો.

ફેસ્ટિવ સિઝન ચાલુ થઈ ગયો છે, ઇ-કોમર્સ વેબસાઇટ પર સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સમયે વધુ પડતા લોકો ઇ-કોમર્સ સાઇટથી સ્માર્ટફોન ખરીદવાનો પસંદ કરતાં હોય છે, અમૂક વેબસાઇટ પર તો વિશ્વાસ કરી શકાય છે. પરંતુ અમુક વેબસાઇટ એવી પણ છે કે જેના પર વેચતા સ્માર્ટફોન અસલી છે કે નકલી તે ચેક કરવું જરૂરી હોય છે.  

phone 2

ઘણી વેબસાઇટો તો એવી છે કે જ્યાં નકલી ફોન પણ વેચતા હોય છે. તો ચાલો જાણીએ કે મંગાવેલો સ્માર્ટફોન ઓરીજનલ છે કે ડુપ્લીકેટ છે તેને ચેક કરવાની સરળ ટ્રીક. આ ટ્રિક થી તમે માત્ર 2 મિનિટમાં ચેક કરી શકો છો.  

IMEI નંબર ચેક કરો

ફોનનો IMEI નંબર ચેક કરવા માટે *#06# ડાયલ કરીને જોઈને આ IMEI ચક વેબસાઇટ પર ચેક કરો.  જો ફોન ઓરીજનલ હશે તો વેબસાઈટના ડેટાબેઝ પર હશે. તેની સાથે જ ફોન અને તેના બોક્સ પર આપેલ સિરિયલ નંબર અને IMEI નંબર એક જેવા હોવા જોઈએ. જો નંબર સમાન ન હોય તો ફોન નકલી હોઈ શકે છે.  

ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સ

નકલી ફોનનું ઓપરેટિંગ સિસ્ટમ ધીમું કે યોગ્ય રીતે કામ નહીં કરતું હોય છે. આ સાથે ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ્ડ એપ્સનું લિસ્ટ ચેક કરો, જો કંઇ શંકાસ્પદ દેખાતું હતું. ફોનના મોડલ અને ફીચર્સ બ્રાન્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ચેક કરવી. નકલી ફોનમાં અમુક ફીચર નહીં હોય અથવા ખોટી સ્પેશિફિકેશન હોય શકે છે.

ટેલિકોમ્યુનિકેશનની વેબસાઇટ પરથી શોધો

સૌથી પહેલા મોબાઈલ ફોનમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનની વેબસાઈટ ceri.gov.in ઓપન કરો.

બાદમાં CEIR સેવા પર જાઓ અને IMEI સેવા પર ક્લિક કરો.

અહીં મોબાઈલ નંબર નાખ્યા બાદ OTP આવશે.

હવે તમારો IMEI નંબર દાખલ કરો.

PROMOTIONAL 11

મેસેજ કરીને જાણો

સૌથી પહેલા 14422 નંબર પર KYM લખો અને સ્પેસ આપ્યા બાદ 15 નંબરનો IMEI નંબર નાખો.

જો જવાબમાં IMEI માન્ય છે તો ફોન અસલી છે.

વધુ વાંચો : રેલવેમાં ફરી બહાર પડી બમ્પર ભરતી, જાણો લાયકાતથી લઇને એપ્લાયની અંતિમ ડેડલાઇન

એપ્લિકેશન સાથે તપાસો

Play Store પરથી Know Your Mobile એપ ઇન્સ્ટોલ કરો.

હવે 15 અંકનો IMEI નંબર દાખલ કરો.

જો ફોનની માહિતી ઉપલબ્ધ ન હોય તો ફોન નકલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Real Phone Fake Phone Tech Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ