રાત્રે સાથે પાણીની બોટલ લઇને સુવાની ટેવ પાડો. જો રાત્રે ઉંઘમાં નસ પર નસ ચઢી જાય તો ઉઠીને પાણી પી લો.
ઘણી વખત બેસવા ઉઠવામાં હાથ પગની નસ ચઢી જાય છે ઘણાંને રાત્રે ઉંઘમાં પણ નસ પર નસ ચઢી જવાની સમસ્યા સતાવતી હોય છે. ત્યારે અમે આપને કેટલીક આસાન ટિપ્સ જણાવીએ છીએ જેનાંથી નસ પર નસ ચઢવાથી થતા અસહ્ય દુખાવામાં રાહત મળશે.
જો નસ પર નસ ચઢવાની સમસ્યા હોય તો, સુતા સમયે પગ નીચે મોટુ ઓશીકુ રાખો તમને સમસ્યાથી આરામ મળશે.
રાત્રે સાથે પાણીની બોટલ લઇને સુવાની ટેવ પાડો. જો રાત્રે ઉંઘમાં નસ પર નસ ચઢી જાય તો ઉઠીને પાણી પી લો. આરામ મળશે. જ્યારે પણ તમને નસ ચઢી જાય તો તમે એક ચપટી મીઠું ચાટી લો તેનાંથી તુંરત જ આરામ મળશે
નસ પર નસ ચઢવાની સમસ્યા જો વારંવાર થતી હોય, ત્યાંની માંસપેશીઓ અને તંતુઓ પર માલિશ કરો.
નસ પર નસ ચઢવાની સમસ્યામાં દુખાવા વાળી જગ્યા પર બરફની લગાવવાથી પણ ઝડપથી આરામ મળે છે.
કેળાના સેવનથી દુખાવામાં રાહત મળે છે. કારણકે કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે.