Tips For Women in Coronavirus disinfect daily office wear post lockdown
એલર્ટ /
કોરોના સંકટમાં ઓફિસમાં પહેરેલા કપડાંને આ ખાસ રીતે ધોવા છે જરૂરી, કામની છે ટિપ્સ
Team VTV04:42 AM, 14 Aug 20
| Updated: 01:15 PM, 14 Aug 20
લોકડાઉન ખૂલતાંની સાથે જ લોકો ઓફિસ પણ જવા લાગ્યા છે અને કામ માટે બહાર પણ જઈ રહ્યા છે. આ સમયે સૌને એક જ ડર રહે છે કે તમે તમારા ઘરમાં કોરોનાને આમંત્રણ ન આપી બેસો. જ્યારે તમે ઓફિસ કામે જાઓ છો ત્યારે ફક્ત તમે જ નથી જતાં, તમારી સાથે તમારા પર્સ, ચંપલ, કપડાં, બેગ, ચાવી, ટિફિન વગેરે પણ બહાર જાય છે. તેની પર પણમ કીટાણુ લાગી શકે છે.
કોરોના સંકટમાં કપડાંની કાળજી છે જરૂરી
કપડાં ધોતી સમયે અને સૂકવતી સમયે ધ્યાન રાખી લો આ વાતો
આ રીતે કપડાં ધોવાથી નાશ પામશે બેક્ટેરિયા
ઓફિસના કપડાંને સેનેટાઈઝ કરવા શા માટે છે જરૂરી.
હવે તો તમે જાણી જ ગયા હશો કે આ વાયરસ છીંક, ખાંસીથી પણ અનેક ફૂટ દૂર સુધી ફેલવાઈ શકે છે. આ સમયે તમારી સાથે કામ કરનારા કોઈ સાથી બીમાર છે તો તેનો ચેપ તમને લાગવાની શક્યતા વધી જાય છે. તમને કોઈ અડે છે, કોઈ તમારી જગ્યાએ બેસે છે તો પણ તેના વાયરસ તમારામાં આવવાની શક્યતા વધી જાય છે. આ સમયે કપડાંને સાફ રાખવા જરૂરી છે.
ઓફિસના કપડાંને આ રીતે ધૂઓ
સૌ પહેલાં તો સારા વોશિંગ પાવડરનો ઉપયોગ કરો.
કોઈ પણ વ્યક્તિના કપડાંને હૂંફાળા ગરમ પાણીમાં ધૂઓ. જેથી બેક્ટેરિયાનો ખતરો ન રહે.
જો તમે કોરોના વોરિયર છો તો તમારા કપડાંને ઉકાળેલા ગરમ પાણીમાં પલાળી રાખો. તેનાથી તેમાના બેક્ટેરિયા નાશ પામશે.
કોરોના વોરિયર્સના કપડાંને અન્ય કપડાંથી અલગ ધૂઓ. અને વોશિંગ મશીનમાં ધૂઓ તો મશીનને પણ સેનેટાઈઝ કરો.
કપડાંને હેંગરમાં લટકાવીને સૂકવો જેથી તે જલ્દી સૂકાઈ જાય.
કપડાં એવી જગ્યાએ સૂકવો જ્યાં ઘરના લોકોની અવર જવર ઓછી હોય.
આ નાની પણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવાથી તમે કોરોનાથી બચી શકો છો. અને સાથે જ તમારા પરિવારને પણ બચાવી શકો છો.
-----------