હથેળી પર હશે આ નિશાન તો વારંવાર અને અચાનક મળી શકે છે ધન લાભ

By : krupamehta 12:42 PM, 12 March 2018 | Updated : 12:42 PM, 12 March 2018
હસ્તરેખા જ્યોતિષ અનુસાર હથેળીની રેખાઓ અને હથેળીની બનાવટની અલગ અલગ ચિહ્નોથી ભવિષ્યની વાતો જાણી શકાય છે. કોઇ પણ વ્યક્તિની હથેળી જોઇને જાણી શકાય છે કે જીવનમાં ધન લાભ ક્યારે થશે અને કેટલું થશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ધન લાભથી જોડાયેલા ખાસ યોગ...

- જો કોઇ વ્યક્તિની હથેળીમાં જીવન રેખા સારા રાઉન્ડનેસમાં હોય. બ્રેઇન લાઇન બેં ભાગમાં વેંચાયેલી હોય. હથેળીમાં ત્રઇકોણનું ચિહ્ન બનેલું હોય. આવા ત્રણ લક્ષણ હથેળી પર એક સાથે હોય છે તો આ ધન માટે શુભ સંકેત છે. આવી હથેળી વાળા લોકોને સમયાંતરે અચાનક ધન લાભ મળી શકે છે. 

- ભાગ્યરેખા હથેળીના અંતિમ સ્થાનથી એટલે કે મણિબંધથી શરૂ થઇ રહી છે અને શનિ પરવ્ત સુધી પહોંચી રહ્યો હોય. સાથે જ ભાગ્ય રેખા પર કોઇ પણ પ્રકારના અશુભ નિશા ના હોય તો વ્યક્તિ વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. વ્યવસાયમાં ધન લાભ થવાનો યોગ બને છે. 

- જો કોઇ વ્યક્તિની હથેળી ભારે અને ફેલાયેલી હોય, આંગળીઓ કોમળ અને નરમ હોય. એવી હથેળી હોવાપર વ્યક્તિના ધનવાન થવાનો યોગ બને છે. 

- હથેળીમાં શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળીની પાસેથી બે અથવા એનાથી વધારે ઊભી રેખાઓ હોય તો વ્યક્તિને ધન અને સુખ મળે છે. 

- શનિ પર્વત જો ઊભેલો હોય. જીવન રેખા સારી રીતે ઘુમાવદાર હોય તો એ યોગ શુભ રહે છે. ધ્યાન રાખો હથેળીના અન્ય યોગો અને અન્ય રેખાઓના શુભ-અશુભ અસરથી અહીંયા દેખાડવામાં આવેલા ફલાદેશ બદલી પણ શકે છે. 
 Recent Story

Popular Story