બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / OMG! હવે ટોયલેટમાં લગાવાયા ટાઈમર, કેટલા સમય અંદર રહ્યા તે સ્ક્રીન પર બતાવશે, જુઓ વીડિયો
Last Updated: 05:16 PM, 13 June 2024
ચીનમાંથી દરરોજ કંઈને કંઈ એવા સમાચાર આવતા રહે છે જે સૌકોઈને ચોંકાવી દેતા હોય છે. હાલમાં પણ ફરી એકવખત આવા જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચીનમાં યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ યુગાંગ ગ્રોટોઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. સ્થાનિક સત્તાધિકારીએ અહીં સ્થાપિત શૌચાલયમાં ટાઈમર લગાવ્યા હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ યુગાંગ ગ્રોટો ઘણા લોકોને આકર્ષિત કરી રહ્યા છે કારણ કે ઓથોરિટીએ મહિલા શૌચાલયમાં ટાઈમર લગાવ્યા હોવાના અહેવાલ છે. શૌચાલયમાં ટાઈમર હોવાની હકીકત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શાંક્સી પ્રાંતના ડાટોંગ શહેરમાં એક બૌદ્ધ સ્થળની મુલાકાત લેતા પ્રવાસીએ તેને વીડિયો ઉતાર્યો અને રાજ્ય સંચાલિત સ્થાનિક અખબારને વીડિયો મોકલ્યો. આ વીડિયોમાં દરેક શૌચાલય ડિજિટલ ટાઈમર સાથે જોવા મળે છે.
ADVERTISEMENT
Your time is counted!
— Inconvenient Truths by Jennifer Zeng (@jenniferzeng97) June 9, 2024
Timers have been installed in the women's toilets in the Yungang Grottoes scenic area in Shanxi, China.
It is said that this is a way to cope with the increasing number of visitors to the Yungang Grottoes and the fact that the toilets in the scenic area… pic.twitter.com/TBs5htrLrQ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ટોઈલેટ ખાલી હોય છે ત્યારે તે એલઈડી પર લીલો રંગ દર્શાવે છે.લજ્યારે શૌચાલયનો ઉપયોગ થાય છે, ત્યારે મિનિટ અને સેકંડમાં સ્ક્રીન પર ટાઈમર ચાલુ થાય છે. શૌચાલય કેટલા સમયથી ઉપયોગમાં છે તે પણ સ્ક્રીન પર દેખાય છે. ચીનના શાંક્સી પ્રાંતના ડેટોંગ શહેરમાં સ્થિત યુંગાંગ ગ્રોટોઝ તેની 252 ગુફાઓ અને 51 હજાર બુદ્ધની મૂર્તિઓ માટે પ્રખ્યાત છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : એરપોર્ટ પર ન્યૂડ થઈ ગઈ લેડી પેસેન્જર, પકડાઈ તો આપ્યું ચોંકાવનારુ કારણ
વર્ષ 2001માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવી હતી. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. વર્ષ 2023માં લગભગ 30 લાખ પ્રવાસીઓ તેને જોવા માટે આવ્યા હતા. યુંગાંગ ગ્રોટોઝના સ્ટાફ મેમ્બરનું કહેવું છે કે આ વર્ષે 1 મેથી ટોયલેટ ટાઈમરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ અંગે સવાલો પણ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે આ ટેક્નોલોજી માટે જેટલી રકમ વપરાય છે તે વધારાના શૌચાલય બનાવવા માટે વધુ સારી રીતે ખર્ચવામાં આવી શકી હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.