બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / time to buy yellow metal after rs 2500 correction know the details and price

ગોલ્ડનું બજાર બેઠું / સોનું ખરીદવાનું હવે ન ચૂકતા ! ભાવમાં આવ્યો એકઝાટકે મોટો ઘટાડો, વધે એ પહેલા ઝડપો 'ગોલ્ડન તક'

Hiralal

Last Updated: 11:58 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવમાં 2500 રુપિયાનો ઘટાડો આવતાં સોનું ખરીદી લેવાની તક આવી છે.

  • સોનાના ભાવમાં પહેલી વાર આવ્યો 2500 રુપિયાનો ઘટાડો
  • 60 હજારથી નીચે ગયો ભાવ
  •  ડોલરની મજબૂતી સોનાને નરમ કરી ગઈ 

સોનું સ્થિર રહે તેવી વસ્તુ નથી તેના ભાવમાં દરરોજ વધઘટ થતી રહેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ 60 હજાર રુપિયાની આસપાસ રહ્યાં હતા પરંતુ હવે તેના ભાવ 60,000થી નીચે આવ્યાં છે અને તેથી ગોલ્ડ નિષ્ણાંતો લોકોને સોનું ખરીદી લેવાની સલાહ આપી રહ્યાં છે. 

 ડોલરની મજબૂતી સોનાને નરમ કરી ગઈ 
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સોનામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો અને તે અગાઉના મહિનામાં રૂ.61,800 સુધી પહોંચી ગયું હતું. જો કે હવે તેની કિંમતમાં 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. સોનાની કિંમતમાં ઘટાડો ડોલરની મજબૂતીના કારણે થયો છે. રિદ્ધિસિદ્ધિ બુલિયન્સ (આરએસબીએલ)ના એમડી પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે 13 જૂને યુએસ ફેડની બેઠક પૂર્વે સોનાના ભાવ 60,000ની નીચે છે. આવી સ્થિતિમાં ફેડની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અસર સોનાના ભાવ પર જોવા મળી શકે છે. એવી અટકળો છે કે ફેડ જૂનની બેઠકમાં વ્યાજ દર બંધ કરી શકે છે. યુએસ ફેડની બેઠકના પરિણામો સોનાના ભાવને અસર કરતા રેટમાં વધારા અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકે છે.

સોનાના ભાવમાં આવશે વધારે ઘટાડો 
વિશ્લેષકોનું માનવું છે કે પરંપરાગત રીતે ઉનાળામાં સોનાની ઓછી ખરીદી થાય છે જોકે લગ્નસરામાં તેની ડિમાન્ડ અનેક ગણી વધી જતી હોય છે. 

સોનું ક્યાં સુધી જશે 
જાણકારોના મતે સોનું 58,600 રુપિયાના સ્તરથી નીચે જઈ શકે છે જો કે આ પછી તેમાં ઝડપ આવી શકે છે અને તે 600,61 રૂપિયાની નજીક પહોંચી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

100m Gold Gold Medal Gold Price gold price news Gold Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ