સગવડ /
બાબા કેદારનાથના દર્શન કરવા માટે હવે લાઇનમાં નહીં ઉભુ રહેવુ પડે, શરૂ થશે નવી વ્યવસ્થા
Team VTV12:58 PM, 03 May 19
| Updated: 12:59 PM, 03 May 19
હિમાલયમાં વસેલા ભગવાન કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોએ લાઇનમાં ઉભા રહેવુ નહી પડે. આ વખતે યાત્રીઓને દર્શન કરવા માટે ટોકન આપવામાં આવશે આ વર્ષે પવિત્ર યાત્રા 7મેથી શરૂ થશે. 9 મેના કેદારનાથના દર્શન 10મેના રોજ બદ્રીનાથમાં દર્શન ખૂલશે. રિપોર્ટ્સ અનુસાર, યાત્રા 29 ઓક્ટોબરે સમાપ્ત થશે.
યાત્રાળુઓ માટે ચાર ધામ યાત્રા સરળ બનાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. ચારેય ધામમાંથી કેદારનાથ સૌથી અધરી યાક્ષા હોવાથી નવી ટોકન સિસ્ટમ અમલમાં મૂકાશે. નવી સિસ્ટમાંથી યાત્રાળુઓએ ઠંડી કે વરસાદમાં લાંબી લાઈનમાં ઊભા નહિ રહેવું પડે. વળી, એક રાતના સમયે કેદારનાથમાં માત્ર 1000 યાત્રીઓ જ રહી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટોકન મેળવવા માટે 36 ફોટોમેટ્રિક રજિસ્ટ્રેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર આ શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે કેદારનાથ ધામને થોડુ નુકસાન પહોંચ્યુ છે. આ કારણે કેદારનાથમાં રહેવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેદારનાથમાં 1000 યાત્રીઓ ઉપરાંત લિનચૌલીમાં 500 યાત્રી અને ગૌરીકુંડ પાસે 8000 યાત્રીઓ એક રાત દરમિયાન રહી શકશે. પોતાનું ખાનગી વાહન લઈને કેદારનાથ જનારા યાત્રીઓને ગૌરીકુંડથી આગળ જવાની પરવાનગી નહિ મળે. તેમણે સોન પ્રયાગ અટકી જવું પડશે.
રજિસ્ટ્રેશન અને સુવિધાઓ:
ચાર ધામ યાત્રા ઋષિકેશથી શરૂ થાય છે. અહીં સૌથી અગત્યનું રજિસ્ટ્રેશન સ્ટેશન આવેલુ છે. આ ઉપરાંત તમે હરિદ્વાર, બાડકોટ, દોબતા, સોનપ્રયાગ, પંડુકેશ્વર અને ફાટામાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ કારણે અકસ્માતના કિસ્સામાં તમારા વિષે ઓથોરિટી બધી જ વિગતો મેળવી શકે છે. આ સાથે યાત્રીઓ સાથે લેટેસ્ટ હવામાનની ખબરો મોબાઇલ પર શૅર કરવામાં આવશે.