બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / અભિનેતા ટીકૂ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

મોટા સમાચાર / અભિનેતા ટીકૂ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Last Updated: 12:41 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી અને બોલિવૂડ એક્ટર ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ એકટર ટીકુ તલસાનિયાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ અભિનેતાની તબિયત સારી ન હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે, પરંતુ તબીબો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધી રહ્યા છે.

પરિવાર તરફથી કોઇ માહિતી નથી મળી

ટીકુ તલસાનિયા વિશેના આ સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક છે. ટીકુ 70 વર્ષનો છે. તે ઈન્ડસ્ટ્રીના સિનિયર એકટર છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અભિનેતા જલ્દી સ્વસ્થ થઈ જશે. આજતકે આ અંગે ટીકુ તલસાનિયાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી પરિવાર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: મહાકુંભમાં એમ્બેસેડર બાબાએ જમાવ્યું આકર્ષણ, 52 વર્ષ જૂની કારને માને છે માં, કહાની અનોખી

પ્યાર કે દો પલાથી બોલિવૂડમાં એન્ટ્રી

અભિનેતા ટીકુ તલસાનિયાનો જન્મ 1954માં થયો હતો. તેણે 1984માં લોકપ્રિય શો 'યે જો હૈ ઝિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. 1986માં તેણે ફિલ્મ 'પ્યાર કે દો પલાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ટીકુ તલસાનિયા, જેમણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા છે, તેઓ તેમની કોમિક ભૂમિકાઓ માટે સૌથી વધુ જાણીતા છે. તેની કોમેડીની સ્ટાઈલ અને ટાઈમિંગ બંને અદ્દભૂત છે. તેમની ડાયલોગ ડિલિવરી જ દર્શકોને હસાવવા માટે પૂરતી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack Tiku Talsania Tiku Talsania Heart Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ