ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand)ની વચ્ચે બીજી ટી-20 ઇડન પાર્કમાં રમવામાં આવી, ટીમ ઇન્ડિયાએ સરળતાથી 7 વિકેટથી આ મેચ જીતી લીધી. મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) નું એગ્રેસિવ બિહેવિયર જોવા મળ્યું.
જ્યારે ટીમ ઇન્ડિયાની બેટિંગ ચાલી રહી હતી તો વિરાટ કોહલી (Virat Kohli) ટીમ ઇન્ડિયાના ફેન્સને ચીયર કરવા કહી રહ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી ડાન્સ પણ કરવા લાગ્યા હતા.
વિરાટ કોહલીનો આ વીડિયો ટિકટૉક પર વાઇરલ થઇ રહ્યો છે. એગ્રેસિવ વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાની બેટિંગ દરમિયાન વારંવાર લોકોને ચીયર કરવાનું કહી રહ્યા હતા. મેચ દરમિયાન વિરાટ કોહલી ડાંસ પર કરવા લાગ્યો હતો. આ પહેલા પણ વિરાટ કોહલીના ડાન્સ કરતા વીડિયો સામે આવ્યા છે.
ટીમ ઇન્ડિયા માટે ન્યૂઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ રચવાની તક
નોંધનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પાંચ મેચોની ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝની ત્રીજી મેચ હેમિલ્ટનના સેડૉન પાર્કમાં રમવામાં આવશે. આ મેચ કાલે બુધવારે 29 જાન્યુઆરીએ 12:30 વાગ્યે રમવામાં આવશે.
જો ભારત ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ જીતી લે છે, તો એ ન્યૂઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ રચી દેશે. આ મેચની જીત સાથે ભારત પહેલીવાર ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવીઓની વિરુદ્ધ દ્વિપક્ષીય ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝ જીતી લેશે. ભારત હજુ સુધી ન્યૂઝીલેન્ડની ધરતી પર દ્વિપક્ષીય ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝ જીતી શક્યું નથી.