ચીનની વીડિયો શેયરિંગ એપ Tik Tok ને ભારતમાં ઘણા લોકો પસંદ કરે છે. તો બીજી બાજુ આ પોપ્યુલર પ્લેટફોર્મ દ્વારા યૂઝર્સ પોતાની ફનીઝ વીડિયોઝ શેર કરે છે. પરંતુ આવાનારા દિવસોમાં આ એપની સમસ્યા વધી શકે છે. એનું કારણ એ છે કે યૂઝર્સ આ પ્લેટફોર્મ દ્વારા અશ્લીલ કન્ટેન્ટને શેર કરી રહ્યા છે. જેને કંટ્રોલ કરવામાં આવી રહ્યો નથી. એ જોતા ધારાસભ્યે તમિલનાડુમાં આ એપને બેન કરવાની વાત કહી છે.
તમિલનાડુ સરકારે બેન કરવાનું સૂચન કેન્દ્ર સરકારને આપશે. જો આવું થાય છે તો ભારતમાં આ એપની મુશ્કેલ વધી શકે છે. જણાવી દઇએ રે આ પહેલા પણ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર એમ મણિકંદને બ્લૂ વ્હેલ ચેલેન્જને બંધ કરવાની માંગ કરી હતી.
આ એપના કન્ટેટને સરળતાથી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી શકાય છે જેના કારણે એનો કન્ટેટ વધારેથી વધારે લોકો સુધી પહોંચે છે. મિનિસ્ટરનું માનીએ તો આ એપ રાજ્યમાં પોર્નોગ્રાફી કન્ટેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. એનાથી સમાજના લોકો પર ખોટી અસર પડવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેટલીક એવી સમસ્યા Whatsapp દ્વારા ફેલાઇ રહેલા ફેક સમાતાર અને અફવાઓ સાથે પણ છે. વોટ્સએપ પર સરકાર તરફથી કેટલાક ફેરફાર કરવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યો છે. જેની પર જો કોઇ અમલ કરવામાં આવતો નથી તો કંપનીને દેશથી બહારનો રસ્તો જોવો પડે છે. સરકાર તરફથી કંપની પર એવો દબાવ કરવામાં આવી રહ્યો છે કે ફેક સમાચાર અને અફવાઓ ક્યાંથી ફેલાઇ રહી છે. એના માટે કંપનીએ પોતાની પોલીસીમાં મોટો ફેરફાર કરવો પડશે.