બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / અજબ ગજબ / વિશ્વ / tik tok star khaby lame create funny video and make million dollar income
MayurN
Last Updated: 03:54 PM, 5 July 2022
ADVERTISEMENT
50 લાખ ચાર્જ એક વિડીયોનો
એક 22 વર્ષનો છોકરો સોશિયલ મીડિયા દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. તેમની કુલ સંપત્તિ એક અબજ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. તે એક પ્રમોશનલ વિડિઓ માટે માટે 50 લાખથી વધુ ચાર્જ લે છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લાખો લોકો તેને ફોલો કરે છે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ કન્ટેન્ટ ક્રિએટર ખાબી લેમની. સોશિયલ મીડિયાની દુનિયામાં ખાબી લેમ એક લોકપ્રિય નામ છે. તાજેતરમાં જ ખાબીએ નંબર વન ટિકટોકરનું ટાઇટલ ફરીથી મેળવ્યું છે.
લાખો લોકો જોવે છે વિડીયો
ખાબી લેમ 'મુશ્કેલ કાર્ય' ચપટી વગાડતાની સાથે કરવા માટેના વિડિઓઝ બનાવવા માટે જાણીતો છે. તેના ફની અને ટ્રીકી વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી છે. તેમના ચહેરાના હાવભાવ પર ઘણા બધા મીમ્સ બનતા હોય છે. ખાબીના વીડિયો જોનારા લોકોની સંખ્યા લાખોમાં છે.
ADVERTISEMENT
કમાણી જાણીને તમને આશ્ચર્ય થશે
નંબર વન ટિકટોકર ખાબી લેમની સોશિયલ મીડિયા દ્વારા કમાણી કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ખાબીની નેટવર્થ લગભગ 145 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
પોતાનો ઓનલાઈન સ્ટોર પણ ચલાવે છે
તેમની મોટાભાગની કમાણી બ્રાન્ડ સ્પોન્સરશિપથી થાય છે. એવા અહેવાલ છે કે ખાબી એક પ્રમોશનલ ટિકટોક વીડિયો શૂટ માટે લગભગ 57 લાખ રૂપિયા લે છે. આ સિવાય તે ઓનલાઇન સ્ટોર પણ ચલાવે છે. સાથે જ બીજા નંબરના ટિકટોકર D’Amelio પણ દર વર્ષે 195 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. ખાબી લેમ પહેલા D’Amelio બે વર્ષ સુધી નંબર વન ટિકટોકર રહ્યો હતો.
ખાબી લેમની ફેન ફોલોઇંગ
સોશિયલ મીડિયા પર ખાબી લેમની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. ટિકટોક પર તેના 143 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના 78 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દિલ્હી તોફાન પર અભિપ્રાય / VIDEO : 'હિંદુ છું એટલે મારી ધરપકડ ન કરાઈ', આખાબોલી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે છેડી મોટી ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.