બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Tiger 3 Trailer 'Jab Tak Tiger Mara Nahi Tab Tak, Salman Khan's movie Tiger 3 action trailer release

Tiger 3 Trailer / 'જબ તક ટાઈગર મરા નહીં તબ તક...', સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3નું એક્શન ટ્રેલર રીલીઝ, ઓપ્શન એક જ છે દેશ ને બચાવશે કે પરિવારને?

Megha

Last Updated: 01:04 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tiger 3 Trailer Released: YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ 'ટાઈગર 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાનની સાથે કેટરીના કૈફ પણ જબરદસ્ત એક્શન મોડમાં જોવા મળી રહી છે.

  • ફિલ્મ ટાઈગર 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે 
  • સલમાન ખાનની ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર
  • આ ફિલ્મ 12 નવેમ્બર દિવાળી પર રિલીઝ થશે 

Tiger 3 Trailer Released: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 ની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આખરે ચાહકોની રાહનો અંત લાવતા સલમાન ખાનની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાનની ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો તે એક્શનથી ભરપૂર છે. આમાં માત્ર સલમાન જ નહીં પણ કેટરીના કૈફ પણ એક્શન અવતારમાં જોવા મળી શકે છે. 

જોરદાર એક્શનથી ભરેલું છે ટ્રેલર
સલમાન ખાનની ટાઈગર 3નું ટ્રેલર દમદાર એક્શનથી ભરેલું છે, જેને જોઈને ચાહકોને ખાતરી છે કે આ ફિલ્મ જબરદસ્ત હિટ થવાની છે. ટાઇગર 3 ના ટ્રેલરમાં સલમાન ખાન સાથે વિલન તરીકે ઇમરાન હાશ્મીએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

સલમાન-કેટરિના 6 વર્ષ પછી સ્ક્રીન શેર કરશે
'ટાઈગર-3'ફિલ્મથી સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી 6 વર્ષ પછી પડદા પર વાપસી કરી રહી છે. આ પહેલા બંને છેલ્લે ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'માં સાથે જોવા મળ્યા હતા. 'ટાઈગર-3' તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે. ટાઇગર ફ્રેન્ચાઇઝીના અગાઉના ભાગો રિલીઝ કરવામાં આવ્યા છે. 'એક થા ટાઈગર' 2012માં રિલીઝ થઈ હતી. 'ટાઈગર ઝિંદા હૈ' 2017માં રિલીઝ થઈ હતી.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે 
યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની આ ફિલ્મના ડાયરેક્ટર મનીષ શર્મા છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ'ની સિક્વલ છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 12 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Tiger 3 Salman khan Tiger 3 Trailer Tiger 3 Trailer Released ટાઈગર 3 ટ્રેલર રિલીઝ ફિલ્મ ટાઈગર 3 સલમાન ખાન સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 Tiger 3 Trailer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ