બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:44 PM, 16 December 2021
ADVERTISEMENT
થાઈરોઈડ (Thyroid) એક એવી કંડીશન છે. જેમાં તમારે દરરોજ અને નિયમિત રૂપથી મેડિસિન લેવી પડે છે. થાયરોઈડને (Thyroid) સંપૂર્ણ રીતે ક્યોર ન કરી શકાય. પરંતુ દવાઓ, ભોજન, લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી વાતોનું ધ્યાન રાખીને તમે આ બીમારીને કંટ્રોલ કરી શકો છો.
એક્સપર્ટ્સ અનુસાર, થાયરોઈડની (Thyroid) દવાઓ લો છો તો તમારે અમુક સાવધાનીઓ રાખવી જોઈએ. થાઈરોઈડ ડિસઓર્ડર (Thyroid Disorder) એક હોર્મોનલ કંડીશન છે. જેમાં થાઈરોઈડ ગ્લેન્ડથી થાઈરોઈડ હોર્મોન વધુ પ્રોડ્યુશ થાય છે અથવા તો ઓછા પ્રોડ્યુસ થાય છે. હોર્મોનમાં આ ફેરફારના કારણે ઉંઘ ન આવવી, વેટ લોસ અને ઓબેસિટીની સમસ્યા થઈ શકે છે.
ADVERTISEMENT
દવાઓ થાઈરોઈડ ગ્લેન્ડને રેગ્યુલેટ કરે છે. જેનાથી હોર્મોનનું લેવલ સામાન્ય બની રહે છે. થાયરોઈડ લેવલ સામાન્ય ન થવા પર હાર્ટ, નર્વસ સિસ્ટમ અને ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.
યોગ્ય સમય પર લો મેડિસિન
એક્સપર્ટ્સ અનુસાર, જો તમને થાઈરોઈડની સમસ્યા છે તો દવાઓ લેવાનો યોગ્ય સમય અને યોગ્ય રીતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ડૉ. થાઈરોઈડની દવાને સવારે ખાલી પેટ લેવાની સલાહ આપે છે. થાઈરોઈડ મેડિસિન ખાલી પેટે જ પોતાનું કામ કરે છે અને તેને તમારે દરરોજે લેવાની રહે છે. જો તમે ભોજન બાદ દવા લો છો તો શરીર દવાઓને સંપૂર્ણ રીતે એબ્ઝોર્બ નહીં કરી શકે અને તેની અસર પણ નહીં થાય.
ચા કે કોફીની સાથે ન લો
થાઈરોઈડની મેડિશિન ક્યારેય મિસ ન કરો. નાસ્તો કર્યાના 1 કલાક પહેલા ખાલી પેટે દવા લો. ચા કે કોફીની સાથે ન લો. તેનાથી દવાઓનો પ્રભાવ ઓછો થઈ શકે છે.
બે દવાઓની વચ્ચે અંતર
થાઈરોઈડ મેડિસિનની સાથે કોઈ બીજી દવા ન લો. જો કોઈ બીજી દવા લેવાની છે તો બન્ને દવાઓની વચ્ચે ઓછામાં ઓછા 1 કલાકનું અંતર જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT