ATMને આ રીતે હેક કરી એકાઉન્ટમાંથી કાઢી લેવામાં આવે છે પૈસા 

By : vishal 05:50 PM, 13 June 2018 | Updated : 05:50 PM, 13 June 2018
આપણને મોટાભાગે સમાચાર મળે છે કે,  ATMને હેક કરીને એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવે છે. RBI અને બેંક તેની સુરક્ષાને લઇને કંઇકને કંઇક અપડેટ જાહેર કરે છે. પરંતુ તેમછતાં પણ હેકર્સ દૂર બેઠેલા લોકોના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાંસફર કરી દે છે. 



ATM હેકિંગના નવા નવા કેસ સામે આવતા રહે છે. ફક્ત ભારતમાં જ નહી પરંતુ ઘણા દેશોમાં આ પ્રકારની હેકિંગ સામાન્ય વાત છે. થોડા સમય પહેલાં જર્મનીના હેમબર્ગમાં થયેલી Chaos Computing Congress માં બે વિશેષજ્ઞોએ તેની જાણકારી આપી હતી. 



તેમના અનુસાર ATM મશીનોમાં ફક્ત એક કાણું પાણીને પેન ડ્રાઇવના માધ્યમથી પૈસા ટ્રાંસફર કરી શકાય છે. Chaos Computing Congress માં જણાવવામાં આવ્યું કે, ટ્રિક્સના અનુસાર ATM મશીનમાં પેન ડ્રાઇવ લગાવીને તેને હેક કરવાનું કામ એકદમ સરળતાથી કરી શકાય છે. 



આ કામ માટે પેન ડ્રાઇવને  ATM મશીન સાથે જોડવાની હોય છે. પેન ડ્રાઇવમાં પહેલાંથી એક માલવેયર પોગ્રામ (ખાસ પ્રકારનો કોમ્યુટર વાયરસ જે સિસ્ટમમાં ગરબડી કરવા માટે બનાવવામાં આવે છે) હોય છે. આ માલવેયરની મદદથી 12 આંકડાનો કસ્ટમ કોડ મશીનમાં નાખવામાં આવે છે. 



ત્યારબાદ કોમ્યૂટર પ્રોગ્રામ પોતાનું કામ શરૂ કરી દે છે. કોડ નાખ્યા બાદ તરત જ ATM ની સ્ક્રીન પર એક મેસેજ દેખાય છે. આ મેસેજને જોતાં જ ATM મશીન પર પુરી રીતે હેકર્સનો કબજો થઇ જાય છે. 



Recent Story

Popular Story