બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Thursday remedy for donation worship of lord vishnu and lord jupiter

આસ્થા / ગુરૂવારના રોજ આ 11 ચીજોનું દાન મનાય છે શુભ, ચમકી ઉઠશે કિસ્મત, દૂર થશે તમામ પરેશાની

Arohi

Last Updated: 09:19 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thursday Remedy: ગુરૂવારે જો સાચ્ચા મનથી ભગવાન શ્રીહરિને યાદ કરવામાં આવે તો જીવનમાં આવી રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. કિસ્મતના બંધ દરવાજા ખોલવા માટે આ વસ્તુઓનું દાન જરૂર કરો.

  • ગુરૂવારે સાચ્ચા મનથી કરો શ્રીહરિને યાદ 
  • ખુલી જશે કિસ્મતના બંધ દરવાજા 
  • આ 11 વસ્તુઓનું કરો દાન 

હિંદુ ધર્મમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે સાથે જ ગુરૂવાર બ્રહસ્પતિનો દિવસ પણ છે. આ દિવસે જો પ્રભુની કૃપા મળી જાય તો જીવનના દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર કહેવામાં આવે છે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેમની કૃપા બની રહે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની કોઈ કમી ન આવે. 

પરંતુ ઘણી વખત પ્રયત્ન કર્યા બાદ પણ વ્યક્તિ મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. આવા લોકોને ગુરૂવારે ભગવાન શ્રીહરિની પૂજા આરાધના કરવી જોઈએ. તે પ્રસન્ન થઈને દરેક કાર્ય પુરા કરે છે. લગ્નથી લઈને બિઝનેસ સુધીમાં આવનાર મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગુરૂવારે આ વસ્તુઓનું દાન કરવાથી દરેક બગડેલા કામ બની જાય છે અને સુતેલી કિસ્મત ચમકવા લાગે છે. 

ગુરૂવારે કરો આ ઉપાય 

  1. ગુરૂવારે ગાયને લોટના ગુલ્લાની અંદર ગોળ, ચણા અને હળદળ મિક્સ કરીને ખવડાવો. સાથે જ કોઈ ગરીબને કેળુ, ચણાની દાણ અને પીળા કપડા દાન કરો. 
  2. ગુરૂવારના દિવસે બ્રાહ્મણને પીળા કપડા દામ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી બગડેલા કામ બની જાય છે. 
  3. લગ્નમાં અડચણ આવી રહી હોય. વાત બનતા બનતા બગડી રહી હોય તો ગુરૂવારે હળદરનું દાન ખૂબ જ શુભ માનવામાાં આવે છે. 
  4. ગુરૂવારે પાળી અન્ન જેવા કે ચણાની દાળનું દાન કરો. આમ કરવાથી સુતેલી કિસ્મત જાગી જાય છે. 
  5. ગુરૂવારે વિષ્ણુ ભગવાનના મંદિરમાં જો સુરાહી દાન કરવામાં આવે તો લાઈફમાં આવી રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. 
  6. વ્યાપાર જો સારો નથી ચાલી રહ્યો તો ગુરૂવારે એક પાનની પત્તામાં બે આખી હળદર મુકીને ભગવાન વિષ્ણુને ચડાવો. મુશ્કેલી દૂર થવા લાગશે. 
  7. ગુરૂવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેવડા અને કેસરનું દાન કરો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને સુખ-સમૃદ્ધિ આપે છે. 
  8. ગુરૂવારે ગુરૂ બ્રહસ્પતિની પૂજા કરી તેમને પીળા ફળ અને મિઠાઈ અર્પિત કરો. આ ઉપાય કરવાથી નોકરીમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગશે. 
  9. ગુરૂવારે ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીના મંદિરમાં કેરી ચડાવવાથી દરેક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે અને ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. 
  10. ગુરૂવારે ખાંડ અને દૂધનું દાન પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી દરરોજના કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
  11. ગુરૂવારે કેસરમાં રંગેલા ચોખાને કોઈ જરૂરીયાતમંદને દાન કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર થશે અને ઘરમાં પૈસા અને અન્નની કમી નહીં રહે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.) 

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Thursday Remedy Worship donation ગુરૂવારના ઉપાય Thursday remedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ