બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / Thursday for Gujarat Creepy accidents at 5 places,
Mahadev Dave
Last Updated: 11:53 PM, 2 March 2023
ADVERTISEMENT
રાજ્યમાં આજે અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી જેના કારણે આજનો દિવસે ગોજારો ગુરૂવાર સાબિત થયો છે.આજે વલસાડ, ગાંધીનગર, અમદાવાદ , રાજકોટ અને આણંદમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં અનેક લોકોને આકાળે કાળ આંબી જતા મોત નિપજયા છે આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.
ADVERTISEMENT
વડોદરા નજીક યુવાનનું મોત
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પણ આજે વધુ એક વખત રાકતરંજીત બન્યો હતો. જેમાં વડોદરા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં પારડી પોલીસે કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન મૃતક યુવકની બાઈકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે યુવાન વલસાડનો હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમા બાળકનું મોત
રાજકોટના મધરવાડા રોડ પર બેકાબુ કારે કચડી નાખતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેને લઈએ અરેરાટી મચી જવા પામી હતી. આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.રાજકોટમાં વિદ્યાર્થી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. આ વેળાએ કારની અડફેટે આવી જતા જયેશ ઉર્ફે ચીકી ગોહેલ નામના ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. પોલીસે કુવાડવાના મધરવાડા રોડ પરની આ ઘટનાને લઈને કાર નંબર GJ-03-HR-5584 ના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદના મોગર નજીક અકસ્માત
અકસ્માતની એક ઘટના આણંદના મોગર નજીક સામે આવી હતી. જેમાં રોંગ સાઈડથી આવતા આયસર ટેમ્પો સાથે કાર ધકડાકાભેર અથડાઈ હતી. જેને લઈને સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મહિલા સહિત 4 લોકો ઘાયલ થયા હતા. તો કારમાં સવાર બાળકનો આબાદ બચાવ થયો હતો. આ અંગે જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જેમાં 4 ઘાયલો હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગરના દહેગામ ચિલોડા રોડ પર અકસ્માતમાં એકનું મોત
જ્યારે ગાંધીનગરના દહેગામ ચિલોડા રોડ પર પણ અકસ્માત સર્જાયો હતો. સોલંકીપુરા પાટીયા પાસે બે બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ હતો. આ ઘટનામાં અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત થયું જ્યારે બીજા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોચી છે.જે મામલે જાણ થતા ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થયો હતો
અમદાવાદમાં ઝાયડસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં BMW કારના ચાલકે રસ્તે જતા દંપતીને અડફેટે લીધું હતું. એટલું જ નહીં અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ કારમાંથી પણ પાસબુક અને દારૂની બેટલો મળી હતી. જેમાં પાસબુક પર સત્યમ શર્મા નામ લખેલું જોવા મળ્યું હતું. સાથે જ કારમાં ભાજપનો ખેસ પણ હતો.આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારબાદ આરોપીનો પરીવાર ફરાર થઇ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT