Three workers died Raj Chemical Industrie Mandali Someshwar GIDC Mehsana
દુર્ઘટના /
મહેસાણાની મંડાલી સોમશ્વર GIDCમાં સેફ્ટી સાધન વિના કેમિકલ ટાંકામાં ઝેરી કેમિકલ ખાલી કરતા સમયે 3 શ્રમિકોના મોત
Team VTV06:41 PM, 02 Feb 21
| Updated: 07:07 PM, 02 Feb 21
મહેસાણાના મંડાલી સોમેશ્વર GIDCમાં મિકલ ટાંકામાં કેમિકલ ખાલી કરતા દુર્ઘટના બની છે. રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલથી 3 શ્રમિકોના મોત થયા છે. ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 શ્રમિકોના મોત થયા છે.
મહેસાણાના મંડાલી સોમેશ્વર GIDCમાં રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. આ શ્રમિકો સેફ્ટી સાધનો વિના ઝેરી કેમિકલના સંપર્કમાં આવ્યા હતા. લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી માલિકો સામે ફરીયાદ નોંધાઈ છે. ફેક્ટરી માલિક મિતુલ મિસ્ત્રી અને રવિ પટેલ સામે ફરીયાદ નોંધાઈ છે.