બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / Three suns appeared together in the sky of China, Learn how to become a rare phenomenon
Nirav
Last Updated: 11:00 PM, 17 October 2020
ADVERTISEMENT
આને વાતાવરણીય ઓપ્ટિકલ અસાધારણ ઘટના તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે લોકો આકાશમાં એક કરતા વધારે સૂર્ય જુએ છે.
લોકોએ ત્રણ કલાક સુધી નિહાળી હતી ઘટના
ADVERTISEMENT
આ દુર્લભ ઘટનાને લોકોએ ત્રણ કલાક સુધી જોઇ હતી. સવારે 6:30 થી 9:30 સુધી લોકોએ દુર્લભ ઘટના નિહાળી હતી અને ઘણાએ તેને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીપલ્સ ડેઇલી ચાઇના એ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ત્રણેય સૂર્ય દર્શાવ્યા હતા. વિડિઓમાં સૂર્ય સાથેના બે તેજસ્વી સ્થળો બતાવવામાં આવ્યા છે જેને 'ફેન્ટમ સન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
Three suns appeared in the sky of NE China's Mohe for hours as the residents were amazed by the natural spectacle, which also known as 'sun dogs'. ☀️☀️☀️ pic.twitter.com/oeOyRzMwKW
— People's Daily, China (@PDChina) October 15, 2020
'સન ડોગ' નામની આ દુર્લભ ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આઇસ સ્ફટિકો રચાય છે, જેના પછી તેઓ સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને ચમકતો સૂર્ય દેખાય છે. માનવામાં આવે છે કે તે છેલ્લા વર્ષોની સૌથી લાંબી સન ડોગ ની ઘટના છે.
ઈન્ટરનેટ યુઝર્સ થઈ ગયા હતા આશ્ચર્યચકિત
વીડિયો જોયા પછી ઇન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. એક ટ્વિટર યુઝરે લખ્યું, "જેમ કે મને ક્યારેક શંકા હોય છે ... ચીનમાં બધું છે." જાન્યુઆરીમાં ચીની શહેર ફ્યુયમાં આવી ઘટના જોવા મળી હતી. પછી 20 મિનિટ માટે આકાશમાં બે વધારાના સૂર્ય દેખાયા. આ પ્રકારની ઘટના માટે જો કે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે જેણા લીધે તે રોજીંદી રીતે બની શકતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT