બિહારના સારણ જિલ્લાના બનિયાપુર વિસ્તારમાં ગામના લોકોએ શુક્રવારે 3 લોકોની પશુ ચોરીના આરોપમાં મારી-મારીને હત્યા કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના નીમચમાં પણ ગામના લોકોએ બકરા ચોરીના આ આરોપમાં 3 લોકોની ગંભીર રીતે મારીને ઇજા પહોંચાડી હતી.
મળતી જાણકારી અનુસાર, સ્નાનિક લોકોએ પશુ ચોરીની સંદેહ માત્ર પર શુક્રવારે સવારે 3 લોકોની મારી-મારીને હત્યા કરી દીધી. બતાવવામાં આવી રહ્યુ છે કે, આ યુવકો ગૌત્સકરી કરીને પિકઅપમાં લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના અમુક લોકોએ તેમને પકડી લીધા. મારઝૂડ દરમિયાન બે યુવકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગંભીર ઈજા જણાવવામાં આવી છે.
Bihar: Two people were beaten to death by locals in Baniyapur, Saran on suspicion of cattle theft, today morning. Bodies sent for postmortem by police, investigation underway.
પોલીસના જણાવ્યા પ્રમાણે મોબ લિંચિંગની આ ઘટના બનિયાપુરના પિઠોરી નંદલાલ ગામમાં થઈ છે. મૃતક રાજૂ નટ, વિદેશી નટ અને નૌશાદ કુરૈશી પડોશી ગામમાં રહેતા હતા. શુક્રવારે સવારે તેમના સંબંધીઓ અને પરિવારજનોએ પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું હતું કે, ત્રણેય યુવક ચોર નહતા. તેમને કાવતરા અંતર્ગત મારવામાં આવ્યા છે. વિરોધ-પ્રદર્શન દરમિયાન લોકોની પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી. ભીડ પર કંટ્રોલ મેળવવા પોલીસે પણ બળપ્રયોગ કરવો પડ્યો હતો.
એસપી હરિ કિશોર રાયે કહ્યું કે, પ્રાથમિક તપાસ પ્રમાણે ત્રણેય યુવકો ગૌત્સકરી માટે ગામમાં આવ્યા હતા. એક ભેંસ પણ ઘટના સ્થળેથી મળી આવી છે. ડીએસપીના નેતૃત્વમાં પોલીસ ટીમ આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે દરોડા પાડી રહી છે.