બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બે અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત, કાર ચાલકે કચડી મારતા રોડ મરણચીસોથી ગૂંજી ઉઠ્યો
Last Updated: 08:54 AM, 19 January 2025
તલોદમાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તલોદની વાવડી ચોકડી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. આ અકસ્માતની જાણ થતાં તલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. દંપતી તલોદનાં જેનપુરનું રહેવાસી હતું તેવું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સાબરકાંઠા જિલ્લાની તાલોદની વાવડી ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને મોપેડ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને તાલોદ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
પોલીસે દંપતીનાં પરિવારજનોનો સંપર્ક કરવા સહિતની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં મોપેડનાં કચ્ચરઘાણ વળી ગયો હતો.
ADVERTISEMENT
તો અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું મોત થયું હતું..
આ પણ વાંચોઃ નખત્રાણામાં જ્વેલર્સના વેપારીને છરીના ઘા ઝીંકી દાગીના ભરેલા થેલાની લૂંટ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.