બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં અકસ્માતની હારમાળા, રોડ એક્સિડન્ટની 3 ઘટનામાં બે મહિલા સહિત ત્રણના મોત
Last Updated: 03:07 PM, 8 September 2024
ગાંધીનગરથી વિજાપુરનાં રસ્તા પર અકસ્માતમાં 2 મહિલાનાં મોત નિપજ્યા હતા. ઉનાવા પાટિયા પાસે લકઝુરિયસ કાર ચાલકે રાહદારી મહિલાઓને અડફેટે લીધી હતી. ટ્રેલર સાથે ટક્કર બાદ કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ADVERTISEMENT
બનાસકાંઠામાં પાલનપુર-આબુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચિત્રાસણી ગામ પાસે બાઈક અને ટ્રેલવ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે બાઈક પર પાછળ બેઠેલા યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વધુ વાંચોઃ ગણેશ ઉત્સવને લઈને હર્ષ સંઘવીની લોકોને અપીલ, તો CR પાટીલની પોલીસને ટકોર, જુઓ વીડિયો
ST બસ સાથે ડમ્પરની ટક્કર
ભાવનગરમાં ખનીજ ભરેલા ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો. રાજકોટ હાઈવે પર એસટી બસ સાથે ડમ્પરની ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. કાળુભાર નદીમાંથી ખનીજ ભરીને ડમ્પર જઈ રહ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરીને ડમ્પર જતું હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી. સણોસરા ગામ પાસે અકસ્માત સર્જાતા ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.