બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ? 3 લોકોના દારુ પીધા પછી શંકાસ્પદ મોત, પરિવારના આરોપોએ ચોંકાવ્યા
Last Updated: 11:01 PM, 9 February 2025
નડિયાદના જવાહરનગરમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં 3 લોકોના મોત થયા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે દેશી દારૂ પીવાથી તેમના મોત થયા છે. પરિવારજનોનું કહેવું છે કે દારૂ પીને આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી અને તેમનું મોત થયું.. આ ઘટના બાદ સમગ્ર નડિયાદમાં ચકચાર મચી ગયો છે.. અને પોલીસ દોડતી થઇ ગઇ છે.. હાલ મૃતકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પરિવારજનો હાલ લઠ્ઠાકાંડને કારણે મોત થયો હોવાનું કહી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ ઘટનામાં ખરેખર ખરાબ કક્ષાનો ઝેરી દારૂ પીવાથી આ લોકોના મોત થયા છે કે પછી અન્ય કોઇ કારણ છે.
ADVERTISEMENT
લઠ્ઠાકાંડ શું છે ?
ADVERTISEMENT
ગેરકાયદેસર દારૂ ગાળીને બનાવતી ભઠ્ઠીઓ પર તવાઇ બોલવવામાં આવી હોય એવા સમયે “લઠ્ઠાકાંડ”સર્જાવાની શકયતા રહે છે,કારણકે ભઠ્ઠીમાં દારૂ બનાવવો શક્ય ન હોય ત્યારે તૈયાર સ્પિરિટ લાવીને પછી એમાં પાણી ભેળવીને દેશી દારૂ તરીકે વેચવામાં આવે છે. એ સ્પિરિટમાં મીથાઇલ આલ્કોહોલ હોય છે જે પીવામાં ઉપયોગ લઈએ તો ઝેરી હોય છે.ખૂબ પાણી નાખીને ડાયલયુટ કરવાથી માણસને ઉલટી, ઝાડા, આંતરડાનો સોજો કે આંખોમાં ઝાંખપ વળે છે પણ એમાં જ્યારે ભૂલ થઈ જાય છે ત્યારે તેમાં રહેલા ઝેરથી માણસો મરી જાય, આંધળા થાય કે બીજા આંતરિક અંગોમાં કાયમિક નુકશાન થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.