કેરળના કાસરગોડ જિલ્લાના કાન્હાંગડમાંથી એક ગજબ મામલો સામે આવ્યો છે. અહીં ત્રણ લોકોએ ચાર મહિનાની ગર્ભવતી બકરીની સાથે બળાત્કાર કર્યો. ત્યારબાદ ત્રણેય લોકોએ બકરીને મારી નાખી. હોસદુર્ગ પોલીસે કહ્યું કે બકરી કોટ્ટાચેરીના એલીટ હોટલની હતી.
કેરળના કાન્હાંગડમાં ગર્ભવતી બકરી સાથે બળાત્કાર
ત્રણ લોકોએ ચાર મહિનાની ગર્ભવતી બકરીની સાથે કર્યો બળાત્કાર
આરોપીઓએ બળાત્કાર કર્યા બાદ બકરીની કરી હત્યા
પોલીસે હોટલના કર્મચારી સેન્થિલની કરી ધરપકડ
આ બકરી એક મહિના બાદ બચ્ચાને જન્મ આપવાની હતી. હોસદુર્ગ પોલિસે ગુનાના સિલસિલામાં હોટલના એક કર્મચારી સેન્થિલની ધરપકડ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને સેન્થિલની સાથે રહેલા બે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. એક અધિકારીએ કહ્યું કે બુધવારે બપોરે 1.30 વાગ્યે કર્મચારીઓએ હોટલની પાછળ બકરીની બૂમો પાડી રહી હોવાની અવાજ સાંભળી. અહીં બકરીને રાખવામાં આવતી હતી. જ્યારે તે બહાર નિકળી તો જોયુ કે ત્રણ લોકો દિવાલ તોડીને ભાગી રહ્યાં છે. પોલીસે સેન્થિલને પકડી લીધો. બે અન્ય લોકો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યાં. પોલીસે બકરીને મૃત અવસ્થામાં જોઈ. હોટલના કર્મચારીઓ દોડતા આરોપીઓએ બકરીની હત્યા કરી દીધી. ત્યારબાદ હોસદુર્ગ પોલીસ આવી અને પોલીસે સેન્થિલની ધરપકડ કરી.
દોષી ઠરશે તો 10 વર્ષ સુધીની સજા થશે
હોટલના માલિકે કહ્યું કે તામિલનાડુમાં રહેતો સેન્થિલ સાડા ત્રણ મહિના પહેલા નોકરીની તલાશમાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે તેના પર પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 377 હેઠળ અપ્રાકૃતિક કલમો હેઠળ આરોપ લગાવવામાં આવશે. દોષી ઠેરવતા તેમને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય દંડ સહિતાની કલમ 377 હેઠળ પ્રાણીઓ સાથે સંબંધ બનાવતા સજાની જોગવાઈ છે. જે હેઠળ આજીવન કેદની સજા મળી શકે છે.