બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Politics / Budget / Three major crises on the economic front, a warning alarm for the Modi government
Nirav
Last Updated: 06:43 PM, 20 September 2020
ADVERTISEMENT
તાજેતરના ડેટા અનુસાર જે જાણકારી સામે આવી છે તેમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર નું દેવું વધી ગયું છે. આંકડાઓ દર્શાવે છે કે જૂન 2020 ના અંત સુધીમાં સરકારની દેવાદારી વધીને 101.3 લાખ કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે. જે ભારતના એક કુલ વાર્ષિક બજેટ ના ત્રણ થી ચાર ગણું વધારે છે, નોંધનીય છે કે વર્ષ 2020 - 21 માટેના બજેટ માં સરકારનીઅ આવક 22.46 લાખ કરોડ રૂપિયા જેટલી હતી, જ્યારે કે કુલ ખર્ચ 30.42 લાખ કરોડ રૂપિયા જેટલો આકારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મોદી સરકારના શાસનમાં સતત વધી રહ્યું છે દેશ માથે દેવું
અગાઉ, માર્ચ 2020 ના અંતે આ દેવું રૂ.96.6 લાખ કરોડ જેટલું હતું. જે વધુ એક વર્ષ પહેલા અથવા જૂન 2019 ના અંતે સરકારનું કુલ દેવું 88.18 લાખ કરોડ રૂપિયા જેટલું હતું. આમ કોવિડ સંકટ નહોતું ત્યારે પણ મોદી સરકાર ના શાસનમાં દેશના કુલ દેવામાં વધારો જ નોંધાયો છે.
આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21માં, 15 સપ્ટેમ્બર સુધીમાં એડવાન્સ ટેક્સ કલેક્શન સહિત કેન્દ્ર સરકારના કુલ વેરા સંગ્રહમાં 22.5 ટકાનો ઘટાડો થયો છે.
કુલ ટેક્સની આવકમાં નોંધાયો છે મોટો ઘટાડો
કુલ વેરાની વસૂલાત ઘટાડીને રૂ. 2,53,532.3 કરોડ કરવામાં આવી છે. નોંધનીય છે કે જૂન ક્વાર્ટરમાં અગાઉના વર્ષની તુલનામાં કુલ વેરા વસૂલાતમાં 31 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
જે દેશની અને સરકાર બંનેની આર્થિક તંદુરસ્તીમાં મોટો ઘટાડો કરે છે, અને તેની સીધી અસર રેટિંગ એજન્સીઓ દ્વારા દેશને અપાતી ક્રેડીટ રેટિંગમાં પણ થાય છે.
ગયા સપ્તાહે દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળ એટલે કે FDI તેમની સર્વાંગી ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા પછી 11 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 35.3 કરોડ ડોલર ઘટીને 541.66 અબજ ડોલર પર આવી ગયું છે. જે આ અગાઉ 4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, દેશના વિદેશી વિનિમય ભંડારમાં વધીને 58.2 કરોડ ડોલર જેટલું વધીને 542.01 અબજ ડોલર જેટલું રહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.