Three IPS officers promoted to DG level in Gujarat
સાહેબ વાત મળી છે /
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર : 3 IPS અધિકારીઓને DGP કૅડરનું પ્રમોશન
Team VTV12:48 PM, 24 Jul 20
| Updated: 04:21 PM, 06 Oct 20
ગુજરાત પોલીસ બેડામાં આજે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ IPS સીનીયર અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. 1986 બેચના ત્રણ IPS અધિકારીઓને DGP કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ખબર સૌ પ્રથમ થોડા દિવસ અગાઉ VTVGujarati.comએ આપી હતી.
ગુજરાત પોલીસ બેડામાં આજે મોટા ફેરફાર
ત્રણ IPS ઓફિસરને DGP કક્ષાનું પ્રમોશન
1986ની IPS બેચના અધિકારીઓને પ્રમોશન
3 IPS અધિકારીઓને DGP કેડરનું પ્રમોશન
નોંધનીય છે કે પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરતા પહેલાં સરકારે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) સાથે મીટિંગ કરી હતી જે બાદ હવે 1986 બૅચના ત્રણ IPS અધિકારીઓને એડિશનલ DG કક્ષાથી DG કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે. IPS કેશવ કુમારને, ડો.વિનોદ કુમાર મલ અને સંજય શ્રીવાસ્તવને ડીજીપી કેડરનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
રેલવે CID ક્રાઇમના ADGP સંજય શ્રીવાસ્તવને પ્રમોશન
આ ત્રણ અધિકારીઓમાં ક્રાઇમના ADGP વિનોદકુમાર મલ, રેલવે CID ક્રાઇમના ADGP સંજય શ્રીવાસ્તવ અને ACBના ડાયરેક્ટર કેશવકુમારને DGP કૅડરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે DG કક્ષાની કેટલીક જગ્યાઓ પહેલેથી જ ખાલી હતી. બીજી બાજુ શિવાનંદ ઝાના એકસ્ટેન્ડ કરાયેલા કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે DG એ.કે સુરોલિયા અને ATS ચીફ પણ ચાલુ વર્ષના મે મહિનામાં નિવૃત્ત થયા છે.
નોંધનીય છે કે પોલીસબેડામાં ફેરફાર થઇ શકે છે અને કયા અધિકારીઓને DGP કેડરનું પ્રમોશન મળી શકે છે તેવા સમાચાર VTVGujarati.com પર 8,જુલાઈના રોજ આપવામાં આવી હતી. VTVGujarati.comના અહેવાલમાં જે નામોની શક્યતા દર્શાવવામાં આવી તે જ નામોની આજે જાહેરાત કરવામાં આવી છે.