ગોઝારો સોમવાર /
રાધનપુર હાઇવે પર અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના 3 સભ્યોના મોત, 2 અલગ અલગ દુર્ઘટનમાં 7ના મોત
Team VTV06:40 PM, 28 Dec 20
| Updated: 06:42 PM, 28 Dec 20
રાજ્યમાં દરરોજ રોડ અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે આજે 2 અલગ અલગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. સવારે બનાસકાંઠાના ખારા ગામે બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારે રાધનપુર હાઇવેપર ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.
આજે 2 અલગ અલગ અકસ્માતમાં 7 લોકોના મોત
રાધનપુર હાઇવે પર અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના 3 લોકોના મોત
બનાસકાંઠાના ખારા ગામે અકસ્માતમાં 4 લોકોના મોત
સામખિયારી-રાધનપુર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યનાં મોત નીપજ્યાં હતાં. પ્રાથમિક માહિતી અનુસાર, મોરબીના કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટાભાઈ સહિત ઘરના ત્રણ સભ્યનાં મોત નીપજ્યાં છે. એકજ પરિવારના ત્રણ સભ્યના મોતથી મહેશ્વરી સમાજમાં શોકનો માહોલ સર્જાયો છે.
બનાસકાંઠાના ખારા ગામે અકસ્માતમાં 4 લોકોના મોત
આજે સવારે બનાસકાંઠાના ભાભરના ખારા ગામે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બાઈક સવાર સહિત ત્રણેય મૃતક લોકો ખારા ગામના વતની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કાર ચાલકનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં અમરત હીરાભાઈ ચૌધરી, વિનોદ મેઘરજભાઈ ચૌધરી અને પ્રતાપ ધનરાજભાઈ ચૌધરીનું નિધન થયું છે. તો આ ઉપરાંત ચોથા વ્યક્તિ લાડુભા પરતાસિંહ પરમાર (રહે. આખોલ, ડીસા)નું પણ સારવાર દરમિયાન મોત થયું છે.