three death bike and tanker tragic accident Vadodara bypass
દુર્ઘટના /
વડોદરામાં એક બાઇક પર પરિવારના છ સભ્યો હતા સવાર, અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકનું મોત, ત્રણને ઇજા
Team VTV06:48 PM, 26 Jan 21
| Updated: 07:14 PM, 26 Jan 21
વડોદરા બાયપાસ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર બેઠલા પતિ-પત્ની અને બાળકનું મોત. એક બાઇક પર પરિવારના 6 સભ્યો સવાર હતા.
વડોદરા બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત
બાઇક પર બેઠેલા પતિ પત્ની અને બાળકનું મોત
બીજા ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
વડોદરામાં બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા હતા. બાઇક પર બેઠેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે બીજા ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, એક બાઈક પર પરિવારના 6 સભ્યો સવાર હતા. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે ટ્રકચાલક ફરાર થઇ ચૂક્યો હતો.
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના જાંબુઆ બ્રિજ પર મંગળવારે મૂળ મુઝાર ગામડીના રહેવાસી નઝીર ભલાવત પોતાના પરિવાર સાથે બાઇક પર જઇ રહ્યા હતા. બાઇક પર નઝીર ભલાવત, તેના પત્ની અને 4 બાળકો સવાર હતા. આ પરિવાર ગોરીયાદ ગામે પ્રસંગ પતાવી પોતાના ગામ જઇ રહ્યો હતો. આ દરમિયાન ટેન્કર ચાલકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. જેમાં નઝીર ભલાવત, તેમના પત્ની અને 3 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.