બ્રેકિંગ ન્યુઝ
VTV / Three Dead And Five Injured In A Fire Incident At Cracker Factory In Virudhunagar District In Tamil nadu
ParthB
Last Updated: 04:16 PM, 1 January 2022
ADVERTISEMENT
Three dead & five injured in a fire incident at a cracker manufacturing factory near Virudhunagar District, says the Meghanatha Reddy District Collector
— ANI (@ANI) January 1, 2022
ADVERTISEMENT
તમિલનાડુના ફટકડાની ફેક્ટરીમાં આગ લગતાં ત્રણ લોકોના મોત
નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં થયેલા દર્દનાક દુર્ઘટના બાદ તમિલનાડુમાં વધુ એક દુખ: સમાચાર છે. એક મિડીયા રિપોર્ટ અનુસાર તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ પણ થયા છે. વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ હાલ સુધી પોલીસ અને ફાયર વિભાગની રાહત કામગીરી સ્થળ પર ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર મેઘનાથ રેડ્ડીએ કહ્યું કે આ દર્દનાક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે.
આ દુર્ઘટમાં એક વ્યક્તિને હાલત ગંભીર
ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં પાંચ લોકો ઘાયલ થયા છે. આમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. માહિતી અનુસાર, આ વ્યક્તિ 20 ટકા દાઝી ગયો છે, ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.
વહેલી સવારે ફેક્ટરીમાં આગ લાગી હતી.
તમને જણાવી દઈએ કે આ અકસ્માત આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ થયો હતો, પરંતુ પોલીસ અને ફાયર વિભાગને 9 વાગે જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
#UPDATE: 12 dead, 13 injured in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra. The incident occurred around 2:45 am, and as per initial reports, an argument broke out which resulted in people pushing each other, followed by stampede: J&K DGP Dilbagh Singh to ANI
— ANI (@ANI) January 1, 2022
(file photo) pic.twitter.com/EjiffBTMaJ
માતા વૈષ્ણોદેવીમાં પણ 13 મૃત્યુ પામ્યા હતા
આ પહેલા કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં પણ એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. જેમાં મંદિર પરિસરમાં નાસભાગમાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. તમામની સારવાર ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.