three days national mango festival in gandhinagar gujarati news
Mango Festival /
આખા દેશના ખૂણે-ખૂણેથી જાત-ભાતની કેરીઓ આવી ગાંધીનગરમાં, નેશનલ મેન્ગો ફેસ્ટિવલ યોજાયો
Team VTV03:21 PM, 27 May 22
| Updated: 03:30 PM, 27 May 22
ગાંધીનગરના રામકથા મેદાનમાં મેંગો ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યુપી અને મહારાષ્ટ્રની કેરીનું વેચાણ થશે.
ગાંધીનગરમાં ત્રિ-દિવસીય મેંગો ફેસ્ટિવલનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન
મેંગો ફેસ્ટિવલમાં જાત-ભાતની કેરીઓનું થશે વેચાણ
ઉનાળાની સિઝન આવે એટલે દરેક ગુજરાતીની થાળીમાં કેરીનો રસ અચૂક પીરસાય છે. ત્યારે કેરીના રસના સ્વાદના રસિયાઓ માટે ગાંધીનગર ખાતે મેંગો ફેસ્ટિવલની ઉજવણી થઈ રહી છે. આ મેંગો ફેસ્ટિવલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યના કેરી ઉત્પાદન કરતા ખેડૂતોએ ભાગ લીધો છે. ગાંધીનગર રામકથા મેદાનમાં 3 દિવસ સુધી આ મેંગો ફેસ્ટિવલ યોજાશે.
ગાંધીનગરના રામકથા મેદાનમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનો શુભારંભ કરાવ્યો. દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો અને વિક્રેતાઓ અહીં કેરીનું સીધું વેચાણ કરી શકશે. આ મહોત્સવ થકી એગ્રીકલ્ચર ટ્રુરિઝમને પણ વેગ મળશે. અહીં જુદા-જુદા સ્ટોલની મુલાકાત લેવાનો અનુભવ ખૂબ “રસ-ભર્યો” બની રહ્યો. pic.twitter.com/mbegdzrUG0
મેંગો ફેસ્ટિવલમાં અલગ-અલગ રાજ્યોની પ્રચલિત કેરીઓનું થઈ રહ્યું છે વેચાણ
આ મેંગો ફેસ્ટિવલમાં ગુજરાતની ગીર, વલસાડ અને કચ્છની કેસર કેરી જોવા મળશે. આ ઉપરાંત અન્ય રાજ્ય જેવાં કે મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યની પ્રચલિત કેરીઓનું પણ અહીંયા વેચાણ થઈ રહ્યું છે. દરેક કેરીનો અલગ-અલગ સ્વાદ હોય છે. જેથી ગુજરાતીઓ એક જ સ્થળેથી દેશમાં થતી કેરીની વિવિધ જાત-ભાતની કેરીનો સ્વાદ માણી શકશે.
ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યમાં પ્રાકૃતિક રીતે થતી કેરીની વેરાયટીઓ ઉપલબ્ધ
મેંગો ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યમાં પ્રાકૃતિક રીતે થતી કેરીની વેરાયટીઓ ઉપલબ્ધ છે. જેવી કે, કેસર, હાફુસ, રાજપુરી, તોતાપુરી, નીલમ, દશેરી, લંગડો, હાફૂસ, પાયરી, બંગલપલ્લી, નીલમ, મૂળગોઆ, સુવર્ણ રેખા ફાઝી, બોમ્બે ગ્રીન, કિશનભોગ, હિમ સાગર અને ચૌસા જેવી કેરીની વેરાયટી ફેસ્ટિવલમાં જોવા મળશે.
ફેસ્ટિવલમાં કેરીના 50 જેટલાં સ્ટોલ બનવવામાં આવ્યા
રાજ્યમાં વિવિધ રાજ્યના આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને વેપારનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. મેંગો ફેસ્ટિવલ થકી રાજ્યના લોકોને ગુણવત્તાયુક્ત કેરી સરળતાથી મળી રહેશે. જણાવી દઇએ કે, ફેસ્ટિવલમાં કેરીના 50 જેટલાં સ્ટોલ બનવવામાં આવ્યા છે.
જુઓ કયા રાજ્યની કેરીની કઈ વેરાયટી?
ગુજરાત - કેસર, હાફુસ, રાજપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી, લંગડો