કોરોનાના કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં હેકર્સ સક્રિય બન્યા છે. મહારાષ્ટ્રના 2.91 કરોડ લોકોના ડેટા ડાર્ક નેટ પર મળી રહયા છે. તેમાં નામ, Email-Id, ફોન નંબર, શિક્ષણની માહિતી લીક થઈ રહી છે. નોકરીની શોધ કરતા લોકોના ડેટા થયા ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે.અંદાજે 3 કરોડ લોકોના ડેટા ડાર્ક નેટ પર લીક થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં હેકર્સ થયા એલર્ટ
2.91 કરોડ લોકોના ડેટા થયા ચોરી
ડાર્ક નેટ પર લોકોના ડેટ ઉપલબ્ધ
હેકર્સ એલર્ટ થતા મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ સક્રિય બની છે. ગેરકાયદે પ્રવૃતિમાં ડેટાનો ઉપયોગ થાય તેનો પોલીસને ડર હોવાથી તેઓએ આ માટેની કામગીરી શરૂ કરી છે. નોકરીની લાલચ આપતી બનાવટી વેબસાઈટથી ડેટા ચોરી થયાનું પોલીસનું અનુમાન છે. ફિશિંગ વેબસાઈટથી લોકો ડેટા ચોરી કરીને ડાર્ક નેટ પર વેચાણ કરે છે.
માસ્ટર માઈન્ડ કોણ?
હાલમાં આ મુદ્દે પણમ તપાસ કરવામાં આવી રહી છે કે આ ગેરરીતિ માટે કોણ જવાબદાર હોઈ શકે છે. ડેટા લીકના કારણે પોલીસની ઊંઘ હરામ થઈ રહી છે. તેનો ખોટો ઉપયોગ થવાની ચિંતા ફેલાઈ છે. નકલી આધારકાર્ડ, બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડને લઈને ફ્રોડની શક્યતા વધી રહી છે.
નોકરી આપનારી નકલી સાઈટ્સથી ડેટા થાય છે ચોરી
પોલીસના અનુસાર નોકરી આપનારી નકલી સાઈટ્સથી ડેટા ચોરી કરવામાં આવે છે. તેમાં નામ, શહેર અને રાજ્યના નામ, ઈમેલ આઈડી, ફોનનંબર, શૈક્ષણિક માહિતી આપવામાં આવે છે. આ સાઈટ્સ ઓરિજિનલ સાઈટ્સ જેવી જ બનાવવામાં આવે છે અને લોકો ફસાઈ જતા હોય છે.
ડેટા લીકનો શિકાર થતાં કેવી રીતે બચી શકાય
અજાણી વ્યક્તિ બેંકિંગ ડીટેલ્સ માંગે કે કાર્ડની માહિતી માંગે તો એલર્ટ થાઓ.
અનેક વેબસાઈટ્સ બેરોજગાર યુવકોને કેન્દ્રીય યોજનાના માધ્યમથી માસિક રૂપિયા આપવા કહે તો તે ભ્રામક હોઈ શકે છે. તમે અહીં જાણકારી આપીને ફસાઈ શકો છો.
નોકરી માટે માહિતી આપતાં સમયે બેંકના ખાતા, કાર્ડ સંબંધિત માહિતી આપવાનું ટાળો.
નોકરીનની ઈચ્છામાં ઇમેલ કે કોલથી વાત કરવાને બદલે રૂબરૂ મળવાનું યોગ્ય ગણો.
અહીં કરો ફરિયાદ
જો તમે કોઈ ભ્રામક વેબસાઈટ કે પોર્ટલ વિશે જાણો છો તો તમારે તેનાથી બચવું અને સાથે તમે તેને વિશે મહારાષ્ટ્ર પોલીસને પણ એલર્ટ કરી શકો છો. તમે www.reportphishing.in અને www.cybercrime.gov.in પર સૂચના આપીને પોલીસની મદદ કરી શકો છો.