બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:05 PM, 17 January 2025
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 423 પોઈન્ટના ઘટાડા સાથે 76,619.33 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.47 ટકાના ઘટાડા સાથે 23,203.20 પર બંધ થયો.
ADVERTISEMENT
ઓપનિંગ માર્કેટઃ
ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 400 પોઈન્ટના ઘટાડા સાથે 76,663.40 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.51 ટકાના ઘટાડા સાથે 23,191.75 પર ખુલ્યો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, BPCL, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કોલ ઈન્ડિયા અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ફોસિસ, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, M&Mના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
ADVERTISEMENT
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ ટ્રેડ થયા હતા.
આઈટી ક્ષેત્રની અગ્રણી ઈન્ફોસિસ અને ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કના ત્રિમાસિક પરિણામોમાં ઘટાડાને કારણે શુક્રવારે ભારતના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50માં ઘટાડો થયો હતો.
આ પણ વાંચોઃ લગ્ન સિઝન ટાણે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ગગડીને આટલા આવ્યા ભાવ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.