Threats at Rs 1,000 and beatings at Rs 5,000, betel nut poster goes viral on social media
OMG /
1000માં ધમકી અને 5000 રૂપિયામાં મારપીટ, સોશિયલ મીડિયામાં સોપારી લેવાનું પોસ્ટર વાયરલ થયું
Team VTV05:55 PM, 13 Oct 20
| Updated: 06:00 PM, 13 Oct 20
મેરઠમાં એક પોસ્ટર સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થયું છે. આ પોસ્ટર ખૂબ જ અજીબોગરીબ છે કેમ કે તેમ કોઈ પણ વ્યક્તિની સોપારી લેવાની હોય તે પ્રકારની વિવિધ કામગીરી માટેના ભાવ નું લિસ્ટ બનાવી મોકકવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે બધા જ હથિયારો અમારા હશે અને અમારે ખાતરીપૂર્ણ કામકાજ કરી આપવામાં આવે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અજીબોગરીબ પોસ્ટર
ધમકી આપવી, મારપીટ કરવાના ભાવ સાથેનું પોસ્ટર વાયરલ
પોસ્ટરમાં લખ્યું છે કે, અમારે ત્યાં ખાતરી પૂર્વકનું કામ કરવામાં આવે છે
મેરઠ માં એક પોસ્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે, પોસ્ટરમાં પૈસા માટે સોપારી લેવાનો ઉલ્લેખ કરાયેલો છે. આ પોસ્ટરમાં વિવિધ પ્રકારની કિમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટર ઉપર સંપર્ક કરવા માટે વ્યક્તિના ફોટા, નામ સહિત તેના મોબાઈલ નંબરની પણ વિગતો આપવામાં આવી છે.
વ્યક્તિ મેરઠ નો નથી અને નંબર પણ રાજસ્થાનનો છે : મેરઠ પોલીસ
આ પોસ્ટરમાં એક યુવાન કાળા ચશ્મા પહેરીને ઊભો છે. આ વાયરલ પોસ્ટર અંગે મેરઠ પોલીસના SSP એ જણાવ્યું હતું કે આ પોસ્ટ વિકાસ હરિત નામના વીકતી દ્વારા કોઈ વેપારીઓના વોટ્સએપ ગ્રૂપમાં મૂકવામાં આવી હતી. આ અંગે SSP એ વધુમાં સ્પષ્ટતાથી કહ્યું કે આ પોસ્ટરમાં દેખાનાર વ્યક્તિને મેરઠ સાથે કોઈ લેવા-દેવા નથી અને ઉપરોક્ત નંબરની તપાસમાં જાણવા મળ્યું છે કે તે મોબાઈલ નંબર પણ રાજસ્થાનનો છે.
SSP એ જણાવ્યું હતું કે, જેમણે આ પોસ્ટને મેરઠની પોસ્ટ બતાવીને વાયરલ કરી હતી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પોસ્ટરમાં આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી
ધમકી આપવી - 1000 રૂપિયા
મારપીટ કરવી - 5000 રૂપિયા
ઘાયલ કરવા માટે - 10000 રૂપિયા
કોઈ ને મારવા માટેની સોપારીનો ભાવ 55000 રૂપિયા લખ્યો હતો
આમ સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટર વાયરલ થતાં તે ચર્ચાનો વિષે બન્યો હતો.