બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ધમકીઓ પર ધમકી, છતાંય સલમાન ખાને પૂર્ણ કર્યું સિકંદરનું શૂટિંગ, હવે આ શોમાં એન્ટ્રી મારશે
Last Updated: 07:50 PM, 13 November 2024
તાજેતરમાં સલમાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગ માટે હૈદરાબાદ ગયો હતો. મિડિયા સુત્રોને મળેલી માહિતી અનુસાર સલમાને હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. સલમાન હૈદરાબાદમાં ફિલ્મ સાથે સંબંધિત કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં એક ગીત પણ સામેલ હતું જેને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું છે.
ADVERTISEMENT
ભાઈજાન સલમાન ખાન બહુ જલ્દી પોતાની ફિલ્મ 'સિકંદર' લઈને આવી રહ્યા છે. સલમાન ઘણા સમયથી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ સલમાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગ માટે હૈદરાબાદ આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર, સલમાને હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. સલમાન હૈદરાબાદમાં ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક સીન્સનું શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં એક ગીત પણ સામેલ હતું.
ADVERTISEMENT
રવિવારે હૈદરાબાદના શેડ્યૂલને સમાપ્ત કર્યા પછી સલમાન ટૂંક સમયમાં ફિલ્મના ડિરેક્ટર સાથે ફિલ્મના બાકીના દ્રશ્યોનું શૂટિંગ કરશે. બાકીના દ્રશ્યો તે મુંબઈ અને પોલેન્ડમાં શૂટ કરશે. સલમાન હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસમાં એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો, જેને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યો છે. આ ફિલ્મમાં સલમાન સાથે સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના પણ સામેલ છે. આ ફિલ્મ વર્ષ 2025માં ઈદના સમયે રિલીઝ થશે.
આ પણ વાંચોઃ રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ પર હોરર-કોમેડી ભારે, 12માં દિવસે ભૂલ ભૂલ ભૂલૈયા 3નું બમ્પર કલેક્શન
ટૂંક સમયમાં 'બિગ બોસ'નું શૂટિંગ કરશે
તમને જણાવી દઈએ કે સલમાને ગયા અઠવાડિયે ફિલ્મના શૂટિંગના કારણે તેના રિયાલિટી શો 'બિગ બોસ'નું શૂટ પણ કેન્સલ કર્યું હતું. આ અઠવાડિયે 'વીકેન્ડ કા વાર'ના એપિસોડમાં 'બિગ બોસ'ના દર્શકોને સલમાનની ગેરહાજરીમાં શો સંભાળનારા નિર્દેશક રોહિત શેટ્ટી અને નિર્માતા એકતા કપૂર જોવા મળ્યા. અહેવાલો અનુસાર સલમાન આ અઠવાડિયે શુક્રવારે મુંબઈના ફિલ્મ સિટીમાં તેનો એપિસોડ શૂટ કરશે જે બાદમાં શનિવાર અને રવિવારે પ્રસારિત થશે.
'બિગ બોસ'ના શૂટ સિવાય સલમાન તેની બાકીની બ્રાન્ડ કમિટમેન્ટ્સ પણ પૂર્ણ કરશે. બ્રાન્ડ શૂટ પછી સલમાન તેના 'ધ બેંગ ટૂર' શો માટે દુબઈ જવા રવાના થશે જે 7મી ડિસેમ્બરે યોજાવાનું છે. આ વખતે સલમાન સાથે વિક્રાંત મેસી અને રાશિ ખન્ના પણ વીકેન્ડ કા વારમાં હાજર રહેશે, જેઓ તેમની આગામી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના પ્રમોશન માટે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.