... તો કાયમ માટે બોલતા બંધ થઇ જશે સિદ્ઘુ? ડોક્ટરોએ વ્યકત કરી આશંકા

By : juhiparikh 11:52 AM, 07 December 2018 | Updated : 06:53 PM, 07 December 2018
શ્રેષ્ઠ વક્તા અને રસાળ શૈલી ધરાવતા પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ઘુની સ્વર પેટી સામે જોખમ ઉભુ થયુ છે. સિદ્ઘુ હાલમાં પજાંબ રાજ્ય સરકારમાં મંત્રી છે. તાજેતરમાં ડોક્ટરોએ તેમને પાંચ દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાય દિવસોથી પંજાબ કોંગ્રેસ માટે તેઓ વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન તેમના સતત ભાષણને કારણે અવાજ સામે જોખમ ઉભુ થયુ છે. 

તાજેતરમાં જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ગત 17 દિવસો સુધી સિદ્ઘુ સતત ચૂંટણી પ્રચારમાં ભાગ લઇ રહ્યા છે. આ દરમિયાન તેમણે 70થી વધારે જનસભા સંબંધો છે. સતત ભાષણ અને એર ટ્રાવેલિંગના કારણે તેમના અવાજ અને સ્વરપેટીને હાનિ પહોંચી છે. ડોક્ટરોએ તેમણે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. 

એક પ્રવક્તાએ જણાવ્યુ કે, ''વિમાનયાત્રા અને હેલિકોપ્ટર યાત્રાને કારણે તેમના આરોગ્યને નુકસાન થયું છે. ગત વર્ષે પણ તેઓ સતત એર ટ્રાવેલિંગને કારણે ડીપ વેન થ્રોમ્બોસિસથી પીડિત હતી. '' 

પ્રવક્તા અનુસાર, ''બ્લડ ટેસ્ટ કરાવ્યા બાદ તબિબોએ આરામ કરવાની સલાહ આપી છે. પૂરતો આરામ મળી રહે તે માટે સિદ્ઘુ કોઇ અજાણ્યા સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારસંભાળ કરી રહી છે. નવજોત સિંહ સિદ્ઘુ ડોક્ટરોની દેખરેખમાં છે અને તેમના નિર્દેશ પર ફિઝિયોથેરપી પણ કરવામાં આવી રહી છે.''Recent Story

Popular Story