Cyclone Biparjoy News: માંડવીના દરિયાકિનારાથી 200 મીટર દૂર મોઢવા ગામના લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવા આદેશ છતાં ગામના લોકો ઘર ખાલી કરતા નથી, લોકોની જીદ સામે તંત્ર પણ લાચાર બન્યું
કચ્છમાં બિપરજોયની અસર દેખાઈ
માંડવીના દરિયાકિનારે ભારે પવન ફૂંકાયો
મોઢવા ગામના લોકો ઘર ખાલી કરતા નથી
ગુજરાતના દરિયાકાંઠા સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વાવાઝોડા Biparjoy ની અસર દેખાઈ રહી છે. આ તરફ તંત્ર દ્વારા પણ સંબંધિત લોકોનેસુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત શરૂ કરી છે. આ દરમિયાન હવે કચ્છના માંડવીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. માંડવીનું મોઢવા ગામ એ દરિયાકિનારે આવેલ હોય તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા આદેશ આપ્યો હતો. જોકે તંત્રના આદેશ બાદ પણ મોઢવા ગામના લોકો ઘર ખાલી નહિ કરતાં ચિંતાનો વિષય બન્યો છે.
કચ્છ જિલ્લાના માંડવીના દરિયા કિનારે વાવાઝોડા Biparjoy ને લઈ ભારે પવન ફૂંકાઈ રહ્યો રહ્યો છે. આ સાથે દરિયામાં પણ ઊંચા ઊંચા મોજા ઊછળી રહ્યા છે. આ દરમિયાન તંત્ર દ્વારા દરિયાથી 200 મીટરના અંતરે આવેલ મોઢવા ગામના લોકોને વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્રએ સ્થળાંતર કરવા આદેશ આપ્યો હતો. જોકે કોઈ કારણસર ગામના લોકો ઘર ખાલી કરતાં ન હોવાનું સામે આવ્યું છે.
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર
ગુજરાતના દરિયાકાંઠા સહિત કચ્છ જિલ્લામાં પાણ વાવાઝોડા Biparjoy ની અસર દેખાઈ રહી છે. આ તરફ માંડવીના દરિયાકિનારે ભારે પવન ફૂંકાઇ રહ્યા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્રના સ્થળાંતર કરવાના આદેશ બાદ પણ મોઢવા ગામના લોકોએ ઘર ખાલી નહિ કરતાં હવે ચિંતાનો વિષય બન્યો છે.ઘર કાચા હોવા છતાં લોકો ઘર છોડવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આ મોઢવા ગામ દરિયાથી 200 મીટરના અંતરે આવેલું છે.
VTV પહોંચ્યું મોઢવા ગામે
ગુજરાતમાં વાવાઝોડા Biparjoy ની અસર વચ્ચે VTV ગુજરાતીની ટીમ કચ્છના માંડવી ખાતે પહોંચી છે. જ્યાં એક તરફ અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાને કારણે માંડવીમાં તેજ પવન ફુંકાઈ રહ્યો છે. તો બીજી તરફ દરિયાથી 200 મીટરના અંતરે આવેલ મોઢવા ગામના લોકો ઘર ખાલી નથી કરી રહ્યા.અનેક ઘર કાચા છતાં લોકો પોતાનુ ઘર છોડવા તૈયાર નથી. લોકોની જીદ સામે તંત્ર પણ લાચાર બન્યું છે.