બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પર 2 વરસાદી સિસ્ટમનો ખતરો! અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર
Last Updated: 04:37 PM, 5 September 2024
છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇ વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે આગામી 7 દિવસોમાં વરસાદ થવાની આગાહી કરી હતી.
ADVERTISEMENT
હવામાન વિભાગના ડાયરેકટર ડો. એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી જોવા રહેલી છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી સાત દિવસમાં હળવાથી લઇ ભારે વરસાદની શક્યતાઓ છે.
ADVERTISEMENT
જેમાં સાબરકાંઠા,બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. અરવલ્લી,મહેસાણા,પાટણ,ગાંધીનગરમાં યલો એલર્ટ અને કચ્છ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે જણાવી હતી.
આ પણ વાંચો: શું નિકોલના મધુમાલતી આવાસ યોજનાના વિવાદનો આવશે અંત? જુઓ VTV પર કર્યો ખુલાસો
બીજી તરફ આવતીકાલે બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તથા ભાવનગર, વડોદરા અને ભરૂચમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં પણ હળવો વરસાદ થવાની આઘઆહી હવામાન વિભાગે કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.