Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સ્કીમ / દુકાનદારો માટે મોટા સમાચાર, શું તમે ઇન્કમટેક્સ ભરો છો તો હવે નહીં મળે આ લાભ

દુકાનદારો માટે મોટા સમાચાર, શું તમે ઇન્કમટેક્સ ભરો છો તો હવે નહીં મળે આ લાભ

આ પેન્શન યોજના હેઠળ છુટક વેપારી, દુકાનદારો અને સ્વરોજગાર કરતા લોકોને ૬૦ વર્ષની ઉંમર બાદ લઘુતમ રૂ. ૩,૦૦૦ માસિક પેન્શન તરીકે મળશે, પરંતુ આ અંગે હવે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે વેપારીઓ ઇન્કમટેક્સ ચૂકવતા હશે તે આ યોજના હેઠળ પેન્શન મેળવવા હકદાર રહેશે નહીં. એ જ રીતે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC), રાષ્ટ્રીય પેન્શન સ્કીમ સાથે સંકળાયેલા દુકાનદાર કે તેના કર્મચારીઓને પણ સરકારની આ સ્કીમનો લાભ નહીં મળે.

Pension

નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ (Income tax) ભરતા દુકાનદારો (shopkeepers) સરકાર તરફથી તાજેતરમાં જાહેર કરાયેલ પેન્શન (pension) મેળવવા હકદાર રહેશે નહીં. આમ, ઇન્કમટેક્સ ભરનાર દુકાનદારોને પેન્શન સ્કીમ હેઠળ જાહેર કરાયેલ રૂ. ૩,૦૦૦નું સરકારી પેન્શન મળશે નહીં. કેન્દ્રીય અને ઉદ્યોગ રાજ્યપ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી સંસદમાં આપી હતી. સરકારે નાના દુકાનદારો અને વેપારીઓને પેન્શન આપવાની સ્કીમનું નામ પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના આપ્યું છે.

આ પેન્શન યોજના હેઠળ છુટક વેપારી, દુકાનદારો અને સ્વરોજગાર કરતા લોકોને ૬૦ વર્ષની ઉંમર બાદ લઘુતમ રૂ. ૩,૦૦૦ માસિક પેન્શન તરીકે મળશે, પરંતુ આ અંગે હવે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે વેપારીઓ ઇન્કમટેક્સ ચૂકવતા હશે તે આ યોજના હેઠળ પેન્શન મેળવવા હકદાર રહેશે નહીં. એ જ રીતે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC), રાષ્ટ્રીય પેન્શન સ્કીમ સાથે સંકળાયેલા દુકાનદાર કે તેના કર્મચારીઓને પણ સરકારની આ સ્કીમનો લાભ નહીં મળે.

Pension money

60 વર્ષ બાદ મળશે પેન્શનઃ
આ પેન્શન યોજના અંતર્ગત છૂટક વ્યવસાયી અને દુકાનદારો તથા સ્વરોજગાર કરનારા લોકોને 60 વર્ષની ઉંમર થયા બાદ ઓછામાં ઓછાં 3,000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં ચૂંટણી ઘોષણાપત્રનાં આ વાયદાને પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

કરવુ પડશે પંજીકરણઃ
18થી 40 વર્ષની વચ્ચે ઉંમરનાં જૂથવાળાને આ યોજનાનો લાભ મળશે. પેન્શન યોજનામાં શામેલ થનારા લોકો દેશભરમાં ફેલાયેલ 3.25 લાખ વહેંચાયેલ સેવા કેન્દ્રો પર પંજીકરણ કરાવી શકે છે. યોજનાનો ફાયદો લેવા માટે નિયમને ખૂબ જ સરળ બનાવવામાં આવેલ છે. એટલા માટે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની જરૂરિયાત પડશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ