બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Those with viral infection should wear masks, third type of virus reaches lungs: Health Minister Rishikesh Patel

ગાંધીનગર / વાયરલ ઇન્ફેકશન હોય તેઓએ માસ્ક પહેરવું, ત્રીજા પ્રકારમાં વાયરલ ફેફ્સામાં પહોંચે છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Vishal Khamar

Last Updated: 05:56 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વાયરલ ફીવરના વધતા કેસોને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. તેમજ તેઓએ જણાવ્યું હતું કે બધે દવા પહોંચાડવાની કામગીરી થઈ રહી છે.

  • રાજ્યમાં વાયરલ ફીવરના કેસોમાં વધારોઃઋષિકેશ પટેલ
  • ફ્લૂના વધુ કેસ જોવા મળ્યા છે-ઋષિકેશ પટેલ
  • વાયરલ ઇન્ફેકશન હોય તેઓએ માસ્ક પહેરવું- ઋષિકેશ પટેલ

ગુજરાતમાં વાયરલ ફીવરના વધતા કેસોને લીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ રાજ્યમાં વાયરલ ફીવરનાં લક્ષણો જોવા મળે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફ્લૂના વધુ કેસ જોવા મળ્યા છે. વાયરલ ઈન્ફેક્શન હોય તેઓએ માસ્ક પહેરવું. તેમજ 2021-22 અને 2022-23 માં કેસ વધ્યા છે. 
આજની તારીખ સુધી 80 કેસ મળ્યા
ફ્લૂ ત્રણ પ્રકારનો હોય છે. જે 7 દિવસમાં મટી જતો હોય છે. તેમજ બીજા પ્રકારમાં ગળામાં દુઃખાવો થાય છે તે બહુ ચિંતાનો વિષય નથી. ત્રીજા પ્રકારમાં વાયરલ છે જે ફેફસામાં પહોંચે છે. ત્યારે આ બાબતે સરકાર આ બધા માટે ચિંતિત છે. વધુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બધે દવા પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજની તારીખ સુધી 80 કેસ મળ્યા છે. 
H3N2 નાં 3 કેસ જ્યારે 77 કેસ H1N1 ના મળ્યા, H1N1 એક મૃત્યું થયુંઃઋષિકેશ પટેલ
આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યમાં વાયરલ ફીવરના લક્ષણો સાથેના તાવ, શરદી, ખાંસી જેવા વધુ પ્રમાણમાં કેસ જોવા મળ્યા છે.  જે ફ્લુ હોય છે તે ત્રણ પ્રકારના હોય છે. જેમાં પહેલા પ્રકારનાં ફ્લુમાં શરદી સળેખમ થઈ સાત દિવસમાં આ મટી જતો હોય છે. બીજા પ્રકારમાં ગળામાં દુખાવો  હાઈ ફીવર જેવા લક્ષણો હોય છે. તેમાં પણ ર્ડાક્ટરની સારવારથી આ ફ્લુની અંદર પણ જરૂર જણાય તો ર્ડાક્ટરની સલાહ લઈ દવા લઈને સાજા થઈ જવાય છે. પરંતું ત્રીજા પ્રકારનો જે વાયરલ છે. જેનું સંક્રમણ ફેફસા સુધી પહોંચે છે. તેમાં સરકાર ખૂબ ચિંતા કરી વેર હાઉસમાં આ દવાનો જથ્થો તેમજ ગ્રામ્ય કક્ષા સુધી આ દવાનો જથ્થો પહોંચાડવાની જરૂર જણાય તો તે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.  H3N2 નાં 3 કેસ મળ્યા છે. અને 77 કેસ H1N1 ના મળ્યા છે.  H3N2 નાં વાયરસનાં સંક્રમણનાં કારણે ગુજરાતમાં એકપણ મૃત્યું થયું નથી. જે મૃત્યું થયું છે તે H1N1 નાં કારણે થયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gandhingar Guajarat H1N1 વાયરસ H3N2 Virus Health Minister rushikesh Patel Minister of Health આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર ગુજરાત gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ